Weather Updates: ગુજરાત-રાજસ્થાનમાં લૂની એલર્ટ, સાઉથમાં વરસાદ, જાણો દિલ્લીના હાલ
માર્ચના મહિનામાં જ ઉત્તર ભારતના લોકોને મે-જૂનની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ.
નવી દિલ્લીઃ માર્ચના મહિનામાં જ ઉત્તર ભારતના લોકોને મે-જૂનની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોને લૂનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે હવામાનમાં અસ્થિરતા પાછળ બંગાળની ખાડીમાં બનેલુ સાયક્લોનિક પ્રેશર છે જેના કારણે લોકોને ગરમી સહન કરવી પડી રહી છે. વળી, બીજી તરફ દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ થવાના અણસાર જોવા મળી રહ્યા છે.

ગુજરાત અને રાજસ્થાનમાં લૂના અણસાર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત અને રાજસ્થાનમાં લૂના અણસાર જોવા મળી રહ્યા છે. જેના માટે અહીં એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. રાજસ્થાનના જયપુરમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે ગુજરાતમાં ક્યાંક-ક્યાંક પારો 36 ડિગ્રીની ઉપર જઈ શકે છે. વળી, યુપીની રાજધાની લખનઉનુ મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહી શકે છે.

કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં થશે વરસાદ
આવતા 24 કલાક દરમિયાન કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે. વળી, હિમાચલ પ્રદેશના આઠ જિલ્લાઓમાં અને ઉત્તરાખંડના ચાર જિલ્લાઓમાં આજે સારો એવો વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આતથી લઈને 26 માર્ચ સુધી દક્ષિણ ભારતીય રાજ્ય કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

દિલ્લીમાં આજે સવારે AQIની સ્થિતિ
દિલ્લીની વાત કરીએ તો આજે અહીં હવામાન સાફ રહેશે. રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાનુ અનુમાન છે. વળી, દિવસમાં હળવો પવન ફૂંકાવાના અણસાર છે.
પૂસા, દિલ્લી - 234 AQI ખરાબ
પંજાબી બાગ - 231 AQI ખરાબ
શાદીપુર - 242 AQI ખરાબ
દિલ્લી મલિક સ્કીમ કૉલોની - 229 AQI ખરાબ
અશોક વિહાર - 231 AQI ખરાબ
એનએસઆઈટી દ્વારકા - 239 AQI ખરાબ
લોધી રોડ - 226 AQI ખરાબ












Click it and Unblock the Notifications
