Weather Forecast: શીતલહેરનો પ્રકોપ વધશે, ગાઢ ધૂમ્મસ યથાવત, વાહન વ્યવહાર પ્રભાવિત
Weather Forecast: સમગ્ર ઉત્તર ભારતમાં હજુ થોડા દિવસો સુધી કડકડતી ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ્સ અનુસાર, 5 જાન્યુઆરીથી તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ દરમિયાન ગાઢ ધૂમ્મસના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે.
પાલમ એરપોર્ટ પરથી ઉપડનારી ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ પણ ધીમી પડી છે. IMDની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી ઠંડીથી રાહત નહીં મળે. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ગાઢ ધૂમ્મસ યથાવત રહેશે. જ્યારે પંજાબના કેટલાક વિસ્તારોમાં 5 જાન્યુઆરી સુધી ગાઢ ધૂમ્મસ રહી શકે છે.

બીજી તરફ, IMD એ 2 જાન્યુઆરીએ પશ્ચિમ યુપીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સિવાય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ અને પૂર્વના કેટલાક ભાગોમાં ગાઢ ધૂમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદ સાથે તાપમાનમાં ઝડપી ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7 જાન્યુઆરીએ દિલ્હીમાં મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જ્યારે 6 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. જો કે, આ દરમિયાન, આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં ધૂમ્મસ સાફ થવાની ધારણા છે.
હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી વચ્ચે તાપમાનમાં મહત્તમ ઘટાડો થવાની આગાહી કરી છે. IMD અનુસાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ઉત્તરીય વિસ્તારો અને ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગોમાં રાત્રિના તાપમાનમાં ઝડપી ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય યુપીના પશ્ચિમી જિલ્લાઓ અને રાજસ્થાન, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં ઠંડી વધી શકે છે.
દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને યુપી સહિત અનેક રાજ્યોમાં ધૂમ્મસનો પ્રકોપ છે. યુપીના ગાઝીપુર, જૌનપુર, લખીમપુર ખેરી, પીલીભીત, શાહજહાંપુર, સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બિજનૌર, રામપુર, બરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
