Weather Update: દિલ્લી-NCRમાં યલો એલર્ટ, કોલ્ડવેવ અને ધૂમ્મસનો કહેર, ટ્રેનો અને ફ્લાઈટો પ્રભાવિત
Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ઠંડીએ કહેર વરસાવ્યો છે. શીતલહેર, ધૂમ્મસ અને ઠારના કારણે ટ્રેનો અને ફ્લાઈટ્સ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.
હવામાન વિભાગ (IMD)નું અનુમાન છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી બે દિવસ સુધી રાહતની કોઈ આશા નથી. એક તરફ દિલ્હી-NCR ઠંડીમાં કાંપી રહ્યું છે. મોડી રાત્રે અનેક વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તે જ સમયે, ઉત્તરાખંડમાં તીવ્ર ઠંડી અને ધૂમ્મસનો પ્રકોપ છે.

IMDએ ગુરુવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર શહેરમાં મધ્યમથી ગાઢ ધૂમ્મસની અપેક્ષા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન 19 અને 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તેવું કહેવામાં આવ્યું છે. વળી, બુધવારે, દિલ્હીમાં પ્રદૂષણનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ગંભીર સ્તરે પહોંચી ગયો. શાંત પવનોના કારણે સ્થાનિક ઉત્સર્જનની અસરમાં વધારો થયો હતો. શહેરના રાત્રિના તાપમાનમાં પણ એક ડિગ્રીથી વધુનો વધારો થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ રહેશે. શીતલહેરનો પ્રકોપ યથાવત રહેશે. 28મી જાન્યુઆરી બાદ હવામાનમાં ફેરફારને કારણે વરસાદની સંભાવના છે.
રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ગાઢ ધૂમ્મસનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીમાં સાંજે 4 વાગ્યે 24-કલાકનો સરેરાશ AQI 409 હતો, જે એક દિવસ અગાઉના 368 (અત્યંત ખરાબ) અને સોમવારે 333 હતો. બુધવારનો AQI 14 જાન્યુઆરીએ 447 પછી સૌથી ખરાબ હતો.
આવી હાનિકારક હવા સ્વસ્થ લોકોને પણ ગંભીર લાંબા ગાળાની બિમારીઓ માટે સંવેદનશીલ બનાવે છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને બિમાર લોકો માટે આ સ્થિતિ વધુ નિરાશાજનક છે. તેમ છતાં, નેશનલ કેપિટલ રિજન (NCR)માં એર ક્વૉલિટી મેનેજમેન્ટ (CAQM)એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સ્ટેજ 3 હેઠળ નિયંત્રણો લાદવાનો વિરોધ કર્યો હતો. આગાહીને ટાંકીને તેમણે કહ્યું કે આગામી થોડા દિવસોમાં હવા સાફ થઈ જશે.
તાપમાન વધવા છતાં પ્રદૂષણ વધ્યું. દિલ્હીનું લઘુત્તમ તાપમાન મંગળવારે 6.9 ડિગ્રી સેલ્સિયસથી વધીને બુધવારે 8.3 ડિગ્રી સેલ્સિયસ થયું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે છે. જોકે, બુધવારે મહત્તમ તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસથી સાધારણ ઘટીને 18.3 ડિગ્રી સેલ્સિયસ થયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ઓછું હતું.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ધૂમ્મસના કારણે 50થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. જો કે, કોઈ ફ્લાઈટ ડાયવર્ટ કે કેન્સલ કરવામાં આવી નથી. આ દરમિયાન, ઉત્તર રેલવેએ જણાવ્યું હતું કે બુધવારે ઓછામાં ઓછી 24 ટ્રેનો એક કલાકથી વધુ મોડી પડી હતી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
