Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, આ રાજ્યોમાં આંધી સાથે વરસાદ, કર્ણાટકમાં હીટવેવ, IMDએ આપ્યુ એલર્ટ
ગુજરાત, મહારાષ્ટ્રના વિદર્ભ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે આંધી અને વરસાદ થવાની સંભાવના છે.
Weather Update: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત, મહારાષ્ટ્રના વિદર્ભ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે આંધી અને વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા મુજબ ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં શનિવારથી મંગળવાર એટલે કે 4 માર્ચથી 7 માર્ચ સુધી હળવા વરસાદનુ અનુમાન છે. વળી, 4થી 6 માર્ચ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

આ સ્થળોએ પડશે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગિલગિટ, મુઝફ્ફરાબાદ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં આજે પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેવાના અણસાર છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના અમુક ભાગો વરસાદ અને હિમવર્ષાના અણસાર છે. હવામાન વિભાગે આગલા બે-ત્રણ દિવસમાં તાપમાનનો પારો થોડો હળવો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે, તાપમાન સામાન્યથી વધુ જ રહેશે.

તાપમાન સામાન્ય કરતા 5-11 ડિગ્રી વધુ
દિલ્લી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ તાપમાન સામાન્યથી ઉપર છે. જેના પરિણામે માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમી પડી રહી છે. દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ ભાગોમાં છેલ્લા એક સપ્તાહમાં તાપમાન સામાન્ય કરતા 5-11 ડિગ્રી વધુ નોંધવામાં આવ્યુ છે. જેને જોતા હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ છે કે આ વર્ષે ભીષણ ગરમી અને લૂ લાગી શકે છે.

કર્ણાટકમાં હીટવેવ
હવામાન વિભાગે કર્ણાટકમાં આગલા 2 દિવસ લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરી છે. આગલા બે દિવસ દરમિયાન ઉત્તર કેરળ, દક્ષિણ કોંકણ અને ગોવામાં મહત્તમ તાપમાન 36-38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જો કે, 5 માર્ચ પછી અહીં તાપમાન 2 ડિગ્રી ઘટવાની સંભાવના છે. મધ્ય ભારતમાં દિવસના તાપમાનમાં ખાસ ફેરફાર નહિ થાય. પશ્ચિમ ભારતના તાપમાનમાં આગલા બે દિવસ દરમિયાન 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ત્યારબાદ કોઈ ખાસ ફેરફાર નહિ થાય.












Click it and Unblock the Notifications
