Weather Update: દિલ્લીમાં આંધી-વરસાદના અણસાર, યુપીમાં ગરમી, જાણો દેશમાં હવામાનની સ્થિતિ
Weather Update: સમગ્ર દેશમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈ સુધી ગરમીમાંથી રાહત મળવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે પાંચ દિવસમાં દિલ્હી-NCR, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
IMDએ શનિવારે દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ધૂળની આંધી અને હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં પણ આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. દિલ્હીમાં મોડી સાંજે 50થી 60 કિલોમીટરની ઝડપે ધૂળની ડમરીઓ ઉડી શકે છે.

IMDએ કહ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે દિલ્હીમાં હવામાનમાં ફેરફાર થશે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 42 ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. 9 જૂન, રવિવારે પણ દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જો કે તે પછી દિલ્હીમાં હીટવેવ ફરી શકે છે.
હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે 9થી 11 જૂન સુધી મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) પર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. IMDએ ચોમાસાની શરૂઆતમાં મુંબઈ અને થાણે માટે 'ભારે વરસાદની ચેતવણી' જારી કરી છે. ગઈ કાલે 8 જૂને મુંબઈમાં વરસાદ પડ્યો હતો.
મુંબઈ અને થાણેની આસપાસના વિસ્તારોમાં 9-10 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. મહારાષ્ટ્રના મધ્યમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. આ વિસ્તારોમાં શીયર ઝોન પણ સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે મુંબઈના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ થશે. મુંબઈમાં 100 મીમીથી વધુ વરસાદની ધારણા છે, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 150 મીમીથી વધુ વરસાદ પડી શકે છે.
Weather Forecast: દેશમાં હવામાનની સ્થિતિ
IMDએ 10 જૂન સુધી ગોવા, કર્ણાટક, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાલમાં 9 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ 9 અને 10 જૂને વરસાદની સંભાવના છે.
કેરળના હવામાન વિભાગે 9 જૂન માટે કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અલપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ અને મલપ્પુરમ જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ અને તેજ પવનની સંભાવના છે. જ્યારે બરવાની, ખરગોન, ખંડવા, ઈન્દોર, દેવાસ, ધાર, બેતુલ, ઉજ્જૈન, ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
