Weather Update : વરસાદ વચ્ચે તાપમાનમાં થશે 5-6 ડિગ્રીનો વધારો, જાણો કેવો રહેશે મોસમનો મિજાજ
Weather Update : દેશમાં આ સમય દરમિયાન મોસમ થોડો અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો છે. ક્યાંક કાળજાળ ગરમી પડી રહી છે, તો ક્યાંક માવઠા થઇ રહ્યા છે. આ સાથે મે મહિનામાં પણ દિલ્હીમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણા દિવસો સુધી ગાઢ ધુમ્મસ જોવા મળી હતી.
આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુરુવારના રોજ આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચો રહેવાની આગાહી કરી છે. નોંધપાત્ર રીતે, ગુરુવારે લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલું જ નહીં, 1901 પછી મે મહિનામાં તે ત્રીજી સૌથી ઠંડી સવાર હતી.

પશ્ચિમમાં પણ હવામાનમાં ફેરફારના કોઈ સંકેત દેખાતા નથી - ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ ભારતને લઈને આગામી બે દિવસની આગાહી કરી છે. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. જોકે, તે પછી તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે.
ક્યાં સુધી વરસાદ પડશે? - હવામાનશાસ્ત્રી ડૉ. એમ. આર. રણલકર જણાવ્યું હતું કે, આ અઠવાડિયે સમાન હવામાનની અપેક્ષા છે, આ સપ્તાહ સુધીમાં 14 રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય પાંચ રાજ્યોમાં હળવો વરસાદ અને 10 રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
મેના બીજા સપ્તાહથી વરસાદ ઓછો થવા લાગશે. મે મહિનાના બીજા સપ્તાહ બાદ હીટ વેવ પણ શરૂ થશે. આ સાથે ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ગરમી વધવા લાગશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચથી એપ્રિલ સુધીના જિલ્લાવાર આંકડા મુજબ, 17 રાજ્યોના 59 ટકા જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઘણો વધારે વરસાદ થયો છે.
આગામી દસ દિવસ હવામાન કેવું રહેશે? - ડો. એમ. આર. રણાલકરના જણાવ્યા અનુસાર, સોમવારથી તાપમાન વધવા લાગશે. આ પછી મેના બીજા સપ્તાહમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. હીટ વેવનો પણ સામનો કરવો પડી શકે છે. આ સાથે 12 મે સુધી દિલ્હી-NCRમાં મહત્તમ તાપમાન 35 થી 40 અને લઘુત્તમ 24 થી 30 રહેવાની ધારણા છે.
જે બાદ તેમાં વધુ વધારો જોવા મળશે. 18 મેના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ આશંકા છે. આવી સ્થિતિમાં દરેકને હિટ વેવથી બચવું જોઈએ.
સૌથી ઓછું તાપમાન 2 મે 1969ના રોજ નોંધાયું હતું - 2 મે, 1969 ના રોજ, તાપમાન 15.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે પછી, 2 મે, 1982 ના રોજ, સૌથી ઓછું તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સામાન્ય રીતે રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મે મહિનો વર્ષમાં સૌથી ગરમ હોય છે. જેમાં સરેરાશ મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે.
તાપમાનમાં પાંચથી છ ડિગ્રીનો વધારો થશે - આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 4-6 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકોને હીટવેવની સ્થિતિનો સામનો ન કરવો પડે તેવી શક્યતા પણ વિભાગે વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, હાલ હીટવેવની સ્થિતિ સંભવ નથી. આગામી સમયમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. રવિવાર સુધી તાપમાન 32-33 ડિગ્રી વચ્ચે રહેશે અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહેશે. જે બાદ તાપમાન વધવા લાગશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
