Weather Update: દિલ્લીમાં વરસાદની સંભાવના, જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, કરા, જાણો દેશનુ હવામાન
દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હાલમાં ઠંડીનુ જોર વધ્યુ છે. અલગ-અલગ ભાગોમાં વરસાદ, હિમવર્ષા, કરા પડી રહ્યા છે. આવો જાણીએ હવામાન અપડેટ.
Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને એનસીઆરમાં આજે પણ વરસાદ થવાની સંભાવના છે. વળી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષાની આગાહી કરવામાં આવી છે. આવતા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ અને યુપીના અમુક ભાગોમાં કરા પડી શકે છે.

જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં જનજીવન ખોરવાયુ
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે જનજીવન પર અસર પડી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષના લીધે હવાઈસેવા, વાહન વ્યવહાર અને શૈક્ષણિક કાર્ય પર અસર થઈ છે. કાશ્મીર યુનિવર્સિટી અને ક્લસ્ટર યુનિવર્સિટીએ આજની તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટો મોડી છે.
|
વરસાદ સાથે હિમવર્ષાની આગાહી
હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે જમ્મુ કાશ્મીરમાં સોમવારે સવારે વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ તેમજ ગાજવીજ સાથે છાંટા પડવાનુ અનુમાન છે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા પછી બરફના થર જામી ગયા છે.
|
રાજસ્થાનમાં પડ્યા કરા, પાકને નુકશાન
રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં આગામી 3થી 4 દિવસ વધુ ઠંડી પડશે. ઉદયપુરમાં ઠંડીના લીધે 5માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળામાં 31 તારીખ સુધી રજા જાહેર કરવામાં આવી છે. રાજસ્થાનમાં અમુક સ્થળોએ કરા પણ પડ્યા છે. જેના કારણે ખેતીના પાકને નુકશાન થયુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં હિમવર્ષા, કરા, વરસાદ, કોલ્ડવેવની સાથે કડકડતી ઠંડીની સંભાવના છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાના લીધે ઠંડી વધશે.
|
દિલ્લીમાં વરસાદની સંભાવના
રાજધાની દિલ્લીની વાત કરીએ તો રવિવારે થયેલા હળવા વરસાદના કારણે ઠંડી વધી ગઈ છે અને મહત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. જે આ સિઝન માટે સરેરાશ પાંચ ડિગ્રી ઓછુ હતુ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે. એનસીઆરમાં, લોની ગ્રામ્ય, હિંડન એએફ સ્ટેશન, બહાદૂરગઢ, ઈંદિરાપુરમ, નોઈડા, ગુરુગ્રામ અને માનેસરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
