Weather Update: દિલ્લી અને યુપી સહિત ઘણા રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના, યુપીના 14 જિલ્લાઓમાં એલર્ટ

Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ યુપી-બિહાર સહિત દેશભરના ઘણા રાજ્યોમાં આજે પણ વરસાદ થઈ શકે છે. આઈએમડી મુજબ આજે દિલ્લીમાં અમુક જગ્યાએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે, રવિવારથી વરસાદની અસર ઘટશે અને તાપમાનમાં વધારો જોવા મળશે.

rain

હવામાન વિભાગે દિલ્લી-એનસીઆર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, બંગાળ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. દિલ્લીમાં હજુ પણ વાદળછાયુ વાતાવરણ છે અને આજે અહીં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

નોઈડામાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ગુરુગ્રામમાં આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગઈકાલે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં કરા પડ્યા હતા અને આજે પણ અહીં સ્થિતિ એવી જ રહેવાની છે. આજે પણ યુપીના 14 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ચાલુ છે, 14 સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રમાં હળવો વરસાદ પડી શકે છે.

સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ ઉત્તર અને પૂર્વ રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ અને કેરળમાં એક-બે જગ્યાએ વરસાદની સંભાવના છે. સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ ભારત, બિહાર, બાકીના ઓડિશા, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પશ્ચિમ હિમાલયના ઉપરના ભાગમાં છૂટાછવાયા હિમવર્ષા થઈ શકે છે.

જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબના અમુક ભાગો, હરિયાણા, ગંગીય પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક જગ્યાએ ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન આજે રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X