Weather Update: દિલ્લી-એનસીઆરમાં સવારે વરસાદ, બેંગલુરુમાં 5 દિવસ માટે યલો એલર્ટ, જાણો દેશમાં મોસમની સ્થિતિ
Weather Update: દિલ્હી-એનસીઆરની સવારે જોરદાર પવન સાથે ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીમાં ઘટાડો થયો છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્હીમાં આખો દિવસ વાતાવરણ ભીનું રહેશે અને આખો દિવસ ભારે પવન સાથે અટકી-અટકીને વરસાદ પડતો રહેશે. પવનની ગતિ 40ની આસપાસ રહેશે. આઈએમડીએ છેલ્લા ત્રણ દિવસથી દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે. નોઈડામાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની ધારણા છે.
#WATCH | Rain lashes parts of the national capital Delhi.
— ANI (@ANI) May 31, 2023
(Visuals from Shantipath, Chanakyapuri) pic.twitter.com/zgTeEh412z
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને આંદામાન-નિકોબારમાં આજે પણ વરસાદની સંભાવના છે, તેથી અહીં ઓરેન્જ એલર્ટ યથાવત છે. ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરમાં પણ વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.
જ્યારે કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ સાંજ સુધી ભારે વરસાદની સંભાવના છે. બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ થઈ શકે છે. વળી, યુપી-એમપી અને બિહારના વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે, જેના માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કેરળમાં હાલમાં પ્રી-મોન્સુન ગતિવિધિઓ ચાલી રહી છે. જેની અસર કર્ણાટક અને આંધ્રમાં પણ જોવા મળી રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બેંગલુરુમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે અહીં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, બેંગલુરુમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વરસાદને કારણે શહેરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની શક્યતાઓ છે.
કર્ણાટક ઉપરાંત કેરળ અને આંદામાનમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
