Weather Update: દિલ્લીમાં પારો 46ને પાર, લૂ માટે એલર્ટ, દેશમાં આ સ્થળોએ વરસાદની સંભાવના
Weather Update: દેશની રાજધાની દિલ્લીમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રવિવારે નઝફગઢનુ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસને પાર હતુ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં 43 ડિગ્રી તાપમાન સાથે રવિવારનો દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો.
વળી, આજે પણ અહીં તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દિલ્લી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં આજે એટલે 22 મેના રોજ લૂને ચેતવણી જાહેર કરવામાં આવી છે.

દિલ્લીમાં રવિવારે નરેલા અને પિતમપુરામાં પણ તાપમાન ખૂબ વધુ હતુ. હવામાન વિભાગના આંકડા મુજબ નરેલામાં 45 ડિગ્રી સેલ્સિયસ જ્યારે આયાનગરમાં 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. જ્યારે પાલમમાં તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં દિલ્હીમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. IMDએ કહ્યું કે સોમવાર સુધી દિલ્હીનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેશે.
મંગળવારે કેટલાક વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદની શક્યતા છે. જેની સાથે તાપમાનમાં ઘટાડો થશે. બીજી તરફ દિલ્હીમાં બુધવારથી શનિવાર સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના હવામાનમાં ફેરફાર સાથે મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
भारतीय मौसम विज्ञान विभाग (IMD) ने 22 मई के लिए दिल्ली-एनसीआर और आसपास के क्षेत्रों के में लू की चेतावनी जारी की है। pic.twitter.com/jBOozXCS1P
— ANI_HindiNews (@AHindinews) May 21, 2023
દિલ્લી ઉપરાંત દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળના અલગ-અલગ ભાગોમાં લૂની સંભાવના છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ 23 મેથી 27 મે દરમિયાન હળવા વરસાદ સાથે આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 23 મેના રોજ યુપીમાં વરસાદની સંભાવના છે. વળી, આસામ અને મેઘાલયમાં પણ અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીએ 21મેથી 25 મે દરમિયાન આસામ અને મેઘાલયમાં અમુક જગ્યાએ ભાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, રાજસ્થાન, છત્તીસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ જગ્યાએ વીજળી, અને 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વિદર્ભ, ઝારખંડ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાના, કેરળ અને માહે, ઓડિશા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ જગ્યાએ વિજળી પડવા, 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
