Weather Updates: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં થયો વરસાદ પરંતુ અહીં અપાયુ ઓરેન્જ એલર્ટ
આજે સવારે દિલ્લીમાં વાદળો વરસ્યા છે જેના કારણે હવામાન આહલાદક બની ગયુ છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી છે.
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં હવામાને પલટી મારી છે. આજે સવારે દિલ્લીમાં વાદળો વરસ્યા છે જેના કારણે હવામાન આહલાદક બની ગયુ છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. માત્ર દિલ્લી જ નહિ પરંતુ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, એમપી, કર્ણાટક અને તમિલનાડુમાં પણ કાલે સાંજથી વરસાદ થઈ રહ્યો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને હવામાનમાં ગરમી થોડી ઘટી છે. હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દિલ્લીમાં આજે દિવસભર હળવા વરસાદનો સિલસિલો ચાલુ રહેશે અને સાંજ સુધી રાજધાનીમાં હળવાથી ભારે વરસાદના પણ અણસાર છે.

ઘણા રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, દિલ્લીમાં વરસ્યા વાદળ
હવામાન વિભાગે આગલા ત્રણ દિવસ સુધી દિલ્લીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, આ પહેલા આઈએમડીએ ઘણા રાજ્યોમાં આંધી-વરસાદની ચેતવણી આપી હતી. વિભાગે કહ્યુ હતુ કે ઉત્તરાખંડ, હિમાચલ અને કેરળમાં ભારે વરસાદના અણસાર છે માટે તેને ઉત્તરાખંડ અને કેરળમાં 'યલો એલર્ટ' અને હિમાચલમાં 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યુ હતુ. વિભાગે દહેરાદૂન, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, અલ્મોડા, બાગેશ્વર, નૈનીતાલ, પૌડી અને પિથોરાગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

કરાવૃષ્ટિની સંભાવના
વળી, ઉના, બિલાસપુર, ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સોલનમાં કરાવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વળી, કાશ્મીરમાં પણ મેઘવર્ષાના અણસાર છે. વળી, આગલા 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, પૂર્વ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, એમપી, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વરસાદ થવાના અણસાર છે.

ચોમાસુ 1 જૂને કેરળ પહોંચશે
હવામાન વિભાગે કોરોના સંકટ વચ્ચે એક રાહતના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યુ છે કે ચોમાસુ 1 જૂને કેરળમાં દસ્તક દેશે. ચોમાસા વિશે અપડેટ આપીને હવામાન વિભાગે કહ્યુ કે ચોમાસાના ચાર મહિના સંપૂર્ણપણે વરસાદવાળા રહેશે. આ દરમિયાન ઘણો સારો વરસાદ દેશના દરેક રાજ્યમાં થશે. આ વર્ષે હેલ્ધી મોનસુન રહેશે અને અનુમાન મુજબ આ વર્ષે 98 ટકા વરસાદ થવાના અણસાર છે.












Click it and Unblock the Notifications
