Weather Update: આવનારા દિવસોમાં આ રાજ્યોમાં થશે વરસાદ, IMDએ જાહેર કર્યુ એલર્ટ
દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે ભારતના ઘણા ભાગોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. જાણો દેશમાં હવામાન અપડેટ.
નવી દિલ્લીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે ભારતના ઘણા ભાગોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન મધ્ય ભારત અને પશ્ચિમ કિનારા પર સક્રિય ચોમાસાની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ 9 અને 10 જુલાઈએ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની ગતિવિધિ વધુ તીવ્ર બનશે. હવામાન એજન્સીએ આગામી દિવસોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય, કેરળ, આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
આજે ગુજરાતમાં આજે અને 10મી જુલાઈએ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 11મી જુલાઈ સુધી અને મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 10મી જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. 12 જુલાઈ સુધી કોસ્ટલ કર્ણાટકમાં આવુ જ હવામાન રહેશે. જ્યારે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમ, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 9 જુલાઈએ વરસાદ પડશે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને તેની આસપાસના થાણે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
કોસ્ટલ કર્ણાટકમાં પણ અલગ-અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વિદર્ભ, ઓરિસ્સા અને છત્તીસગઢમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. IMDએ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યુ હતુ કે, 'કોંકણ અને ગોવામાં આગામી 5 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમ અને છત્તીસગઢમાં આજે વરસાદ થવાની સંભાવના છે. આજે તેલંગાણામાં અને ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12મી સુધી, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 9મી, 11મી અને 12મી જુલાઈ સુધી વરસાદ પડશે.

અહીં છૂટાછવાયા વરસાદની ગતિવિધિઓ
વળી, આજથી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા વરસાદની ગતિવિધિઓની પૂરેપૂરી સંભાવના છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ આગામી થોડા દિવસોમાં ભારે વરસાદ જોવા મળશે. IMD એ જણાવ્યુ હતુ કે, '10મીએ જમ્મુ અને કાશ્મીરમાં, 9મી, 11મી અને 12મીએ હિમાચલ પ્રદેશમાં અને 11મી અને 12મી જુલાઈ 2022ના રોજ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે.'
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
