Weather Update: બેંગલુરુમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ, ઉત્તરના રાજ્યોમાં પણ યલો એલર્ટ
Weather Update: દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદનો દોર યથાવત છે. આજે પણ દિલ્લી, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ત્રિપુરા, હરિયાણામાં હળવા વરસાદની સંભાવના છે. એક સાઈક્લોનિક પ્રેશરની અસરના કારણે કર્ણાટકની રાજધાની બેંગલુરુ સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાયુ છે.
ભારે વરસાદને કારણે બેંગલુરુ એરપોર્ટની નજીક ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે 14 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી અને 6 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મંગળવારે સાંજે શરુ થયેલો વરસાદ હાલમાં બંધ થયો છે. જો કે, હવામાન વિભાગે કર્ણાટકમાં આજે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે પણ કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં વરસાદ પડી શકે છે. જેના માટે એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાખંડમાં કરા સાથે વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આસામ, મણિપુર અને મેઘાલયમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે નાગાલેન્ડની સાથે સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી છે. વળી, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે સિક્કિમમાં હવામાનમાં અચાનક પલટો આવતા અહીં ઘણા દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. બરફના તોફાનના કારણે સિક્કિમ આવેલા પ્રવાસીઓ પણ ફસાયા છે. ત્સોમગો સરોવર અને નાથુ લા સહિત સિક્કિમના ઊંચા વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી હિમવર્ષા થઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સિક્કિમ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વાવાઝોડા સાથે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે. હવામાન વિભાગે ગંગટોક, મંગન અને પાક્યોંગ માટે 4 અને 5 એપ્રિલે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. જો કે 5 એપ્રિલ બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ઘઉંનો પાક બગડતા ખેડૂતોને ઘણુ નુકશાન સહન કરવુ પડ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
