Weather Update: જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ-હિમવર્ષાની સંભાવના, ઘણા રાજ્યોમાં હળવા વરસાદના અણસાર
Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. અહીં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં એટલે કે 20 અને 21 એપ્રિલે તોફાન, વીજળી અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે.
વળી, ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો, 20 થી 21 એપ્રિલની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને તોફાનની સંભાવના છે. સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 20 થી 22 એપ્રિલ વચ્ચે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટકની વાત કરીએ તો અહીં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં દેશના હવામાનની વાત કરીએ તો પશ્ચિમ હિમાલય, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે. અરુણાચલ પ્રદેશમાં એક-બે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
જ્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવો વરસાદ થયો છે. અરુણાચલ પ્રદેશમાં પણ એક-બે જગ્યાએ વરસાદ પડ્યો છે. કર્ણાટકમાં પણ છુટાછવાયા વરસાદને કારણે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઓડિશા, આસામ, મેઘાલય, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તમિલનાડુ, કેરળ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદ જોવા મળ્યો છે.
હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં આંધી સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંજાબમાં પણ હવામાન વિભાગે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ પૂર્વ ભારતમાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
