Weather Update: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, જાહેર કરાયુ એલર્ટ

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર છે. દિલ્લી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર છે. દિલ્લી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી-એનસીઆર અને આસાપાસના વિસ્તારોમાં આજે વિજળી સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે આઈજીઆઈ એરપોર્ટ, પાલમ, લોધી રોડ, દ્વારકા, નોઈડા, ગ્રેટર નોઈડામાં વરસાદની સંભાવના છે. માત્ર દિલ્લી જ નહિ પરંતુ તેની આસપાસના રાજ્યોમાં પણ ભારે વરસાદના અણસાર છે.

આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની સંભાવના

આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આ પહેલા જણાવ્યુ હતુ કે 17 સપ્ટેમ્બરે ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વળી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મેઘ વરસી શકે છે. જ્યારે બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કોસ્ટલ કર્ણાટક, તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં ચક્રવાત ડેવલપ થયુ

બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં ચક્રવાત ડેવલપ થયુ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં ચક્રવાત ડેવલપ થઈ ગયુ છે જેના કારણે ઓરિસ્સા-બંગાળમાં ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. વળી, ગુજરાતમાં ત્રણ દિવસનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. અહીં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે અને બચાવ કાર્ય પણ ચાલુ છે. યુપીના ઘણા જિલ્લાઓમાં કાલથી વરસાદનો આતંક છે. પ્રતાપગઢ, સુલતાનપુર, પ્રયાગરાજ, બનારસ, લખનઉ, અમેઠી, રાયબરેલીમાં કાલથી સતત વરસાદ થઈ રહ્યો છે. સતત વરસાદના કરાણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. યુપીમાં આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

ભારે વરસાદનો દોર હજુ રહેશે યથાવત

ભારે વરસાદનો દોર હજુ રહેશે યથાવત

પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં આજથી ભીષણ વરસાદના અણસાર છે. મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલમાં પણ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદનો આ દોર આવતા ઘણા દિવસો સુધી ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે ચોમાસુ પોતાના અંતિમ દોરમાં છે અને આના કારણે હાલમાં દરેક જગ્યાએ ભારે વરસાદ આવી રહ્યો છે. ઉત્તરાખંડ, લદ્દાખ, કાશ્મીરમાં પણ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાવાનુ અનુમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X