Weather Updates: પ્રચંડ ગરમીમાં શેકાયુ ઉત્તર-પશ્ચિમ ભારત, 5 દિવસ માટે 8 રાજ્યોમાં જાહેર થયુ 'લૂ' માટે એલર્ટ

એપ્રિલમાં જ મે-જૂનની ગરમી સહન કરી રહેલા લોકો માટે આવનારા દિવસો વધુ મુશ્કેલીભર્યા હોઈ શકે છે.

નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ તાંડવ યથાવત છે. એપ્રિલમાં જ મે-જૂનની ગરમી સહન કરી રહેલા લોકો માટે આવનારા દિવસો વધુ મુશ્કેલીભર્યા હોઈ શકે છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહે છે કે આગલા 5 દિવસો દરમિયાન રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા, દિલ્લી, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં 'લૂ' લાગવાની સંભાવના છે માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

દિલ્લીવાળાને પણ ભયંકર ગરમીનો કરવો પડશે સામનો

દિલ્લીવાળાને પણ ભયંકર ગરમીનો કરવો પડશે સામનો

વળી, દિલ્લીવાળાને પણ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે. દેશની રાજધાની દિલ્લીમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે અને લોકોને અહીં પણ લૂ સહન કરવી પડશે. આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયલથી વધુ પણ જઈ શકે છે. વળી, લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ આખુ સપ્તાહ દિલ્લીના આ જ હાલ થઈ શકે છે.

મુંબઈનુ લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયુ

મુંબઈનુ લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયુ

જમ્મુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પણ ગરમીની ચપેટમાં છે. વળી, વિદર્ભ અને મહારાષ્ટ્ર ક્ષેત્રોમાં પણ લૂ લાગી રહી છે. મુંબઈનુ લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. જે સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ હતુ. વળી, અકોલા, જલગાંવ અને અહેમદનગર માટે લૂની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કાલે અહીં અકોલા સૌથી ગરમ સ્થળ રહ્યુ. અહીં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ. આવનારા દિવસોમાં આ જ હાલ રહેવાના છે.

સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાના અણસાર

સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાના અણસાર

રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા રાજ્યોમાં હીટવેવનો આતંક ચાલુ રહેશે અને આના કારણે અહીં એલર્ટ યથાવત છે. વળી, 9 એપ્રિલે દક્ષિણ અંદમાન સાગરના સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાના અણસાર જોવા મળી રહ્યા છે જેના કારણે આગલા પાંચ દિવસો દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે અને આના કારણે આ જગ્યાઓએ હવાની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક વચ્ચે રહી શકે છે.

દિલ્લીમાં AQIની સ્થિતિ Read more at: https://gujarati.oneindia.com/news/india/weather-updates-heat-wave-alert-in-many-states-including-in-delhi-rain-expected-in-south-and-north-082378.htmlarticlecontent-pf277301-082378.html?utm_source=/news/india/weather-updates-heat-wave-alert-in-many-states-including-in-delhi-rain-expected-in-south-and-north-082378.html&utm_medium=search_page&utm_campaign=elastic_search

દિલ્લીમાં AQIની સ્થિતિ Read more at: https://gujarati.oneindia.com/news/india/weather-updates-heat-wave-alert-in-many-states-including-in-delhi-rain-expected-in-south-and-north-082378.htmlarticlecontent-pf277301-082378.html?utm_source=/news/india/weather-updates-heat-wave-alert-in-many-states-including-in-delhi-rain-expected-in-south-and-north-082378.html&utm_medium=search_page&utm_campaign=elastic_search

પૂસા, દિલ્લી - 258 AQI ખરાબ

પંજાબી બાગ - 264 AQI ખરાબ

શાદીપુર - 273 AQI ખરાબ

દિલ્લી મિલ્ક સ્કીમ કૉલોની - 249 ખરાબ

અશોક વિહાર - 243 AQI ખરાબ

એનએસઆઈટી દ્વારકા - 238 AQI ખરાબ

લોધી રોડ - 242 AQI ખરાબ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X