Weather Update: દિલ્લી-NCRમાં ખરાબ હવામાનના કારણે ફ્લાઈટો પ્રભાવિત, દેશના આ રાજ્યોમાં આજે વરસાદની સંભાવના
Weather Update: ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરી રહેલા દિલ્હી-NCRના લોકોને શનિવારે (27 મે) સવારે થોડી રાહત મળી. દિલ્હી સહિત સમગ્ર NCRમાં સવારે 6 વાગ્યાથી ભારે વરસાદ સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વરસાદ અને જોરદાર પવનને કારણે વાતાવરણ ખુશનુમા બની જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
શનિવારે ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટને અસર થઈ હતી. ઉડાનો પ્રભાવિત થવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, એરપોર્ટ અધિકારીઓએ લોકોને ફ્લાઈટ સંબંધિત માહિતી માટે એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપી છે.

એરપોર્ટ સત્તાવાળાઓએ શનિવારે એક નિવેદન પણ બહાર પાડ્યુ છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સનુ સંચાલન પ્રભાવિત થયુ છે. મુસાફરોને ફ્લાઇટની માહિતી માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે દિલ્હી એનસીઆરમાં શનિવાર સવારથી વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદ થયો હતો. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી ઉત્તર ભારતમાં ગરમીથી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગે શનિવારે સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી.
ભારતીય હવામાન કેન્દ્રે આગાહી કરી હતી કે શનિવાર સવારથી દિલ્લી-એનસીઆરમાં હળવાથી મધ્યમ વરસાદ અને 40- જોરદાર પવન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ યુપીની રાજધાની લખનઉમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગાઝિયાબાદ અને બિહારમાં પણ વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પણ વરસાદનો સિલસિલો યથાવત રહેશે.
વળી, હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ આજે પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત અને કેરળના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગિલગિટ-બાલ્ટીસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા જોવા મળી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
