Weather Update: દિલ્લી-એનસીઆરમાં ગાઢ ધૂમ્મસ, ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ, ટ્રેનો-ફ્લાઈટો લેટ
સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારત કોલ્ડવેવની ચપેટમાં છે. દિલ્લી-એનસીઆરમાં ગાઢ ધૂમ્મસથી જનજીવન ખોરવાયુ છે. જાણો હવામાન અપડેટ.
Weather Update: રાજધાની દિલ્લી સહિત સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારત કોલ્ડવેવની ચપેટમાં છે. આજે પણ ગાઢ ધૂમ્મસના કારણે જનજીવન ખોરવાયુ છે. 36 ટ્રેનો મોડી ચાલી રહી છે. વળી, દિલ્લી એરપોર્ટના જણાવ્યા મુજબ દિલ્લીથી ઉડાન ભરતી અને અહીં લેન્ડ કરનારી ઘણા ફ્લાઈટો પણ લેટ ચાલી રહી છે. સોમવારે દિલ્લીનુ લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. જે સામાન્યથી 3 ડિગ્રી ઓછુ હતુ.

5 દિવસથી કોલ્ડવેવનો કહેર યથાવત
તમને જણાવી દઈએ કે દિલ્લીમાં સતત 5 દિવસથી કોલ્ડવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2013 પછી આ પહેલી વાર જાન્યુઆરીમાં પાંચ દિવસ સતત કોલ્ડવેવને કહેર યથાવત છે. દિલ્લીમાં 6 જાન્યુઆરીએ તાપમાન 4 ડિગ્રી, 7 જાન્યુઆરીએ 2.2 ડિગ્રી, 8 જાન્યુઆરીએ 1.9 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. જે 1 જાન્યુઆરી 2021 પછીનો દિલ્લીનો સૌથી ઠંડો દિવસ હતો.
|
ટ્રેનો અને ફ્લાઈટો લેટ
રેલવેના જણાવ્યા મુજબ 36 ટ્રેનો વિલંબથી ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. વળી, આજે દિલ્લી-કાઠમંડૂ, દિલ્લી-જયપુર, દિલ્લી-શિમલા, દિલ્લી-દહેરાદૂન, દિલ્લી-ચંદીગઢ-કુલ્લુ ઉડાનો લેટ છે. વળી, મંગળવારના પૂર્વાનુમાન મુજબ દિલ્લી-એનસીઆરમાં આજે પણ ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે. મહત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી આસપાસ રહેવાનુ અનુમાન છે. બુધવારે મહત્તમ 19 ડિગ્રી અને લઘુત્તમ 6 ડિગ્રી આસપાસ રહેવાનુ અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યુ છે.

આ રાજ્યોમાં ઠંડી માટે રેડ એલર્ટ
આ ઉપરાંત હવામાન વિભાગે મંગળવાર માટે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં અલગ-અલગ જગ્યાએ ભીષણ ઠંડીની ચેતવણી જાહેર કરી છે. આ રાજ્યોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઘણા શહેરોમાં ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને માત્ર 25 મીટર રહી ગઈ છે. પંજાબના ભટિંડા અને અંબાલા, ઉત્તર પ્રદેશના આગ્રા અને હરિયાણા અને ચંદીગના અમુક વિસ્તારોમાં દ્રશ્યતા શૂન્ય સુધી પહોંચી ગઈ અને પટિયાલા, ચંદીગઢ, અંબાલા, ભિવાની, દિલ્લીના સફદરગંજ, રિજ, ગંગાનગર, વારાણસી, ફુર્સતગંજ અને ભાગલપુરમાં 25 મીટર, વળી, હિસાર, કરનાલ, પાલમ, મેરઠ, લખનઉ, બહરાઈચ અને પટનામાં દ્રશ્યતા 50 મીટર રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
