Weather Update: દિલ્લીમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસનો કહેર, યલો એલર્ટ, આ રાજ્યોમાં વરસાદની સંભાવના
Weather Update: કડકડતી ઠંડી સતત કહેર વરસાવી રહી છે. દેશની રાજધાની દિલ્હી પર ધૂમ્મસ, શીત લહેર અને ઠારના કારણે લોકોનુ ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ બની રહ્યુ છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે હાલમાં ઠંડીથી કોઈ રાહત મળવાની નથી.
હવામાન વિભાગે ગાઢ ધૂમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે મંગળવારે દિલ્હીમાં ધૂમ્મસની સંભાવના છે. દિવસ દરમિયાન મુખ્યત્વે સ્વચ્છ આકાશ અને સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન 18 અને 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડી થોડી ઓછી થઈ હતી અને લઘુત્તમ તાપમાન અગાઉના દિવસના 4.8 ડિગ્રીથી વધીને 6.1 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે દિવસે મહત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે.
સોમવારે ભેજનું સ્તર 55 ટકાથી 95 ટકાની વચ્ચે હતું. સોમવારે સાંજે 4 વાગ્યે 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 333 નોંધાયો હતો, જે "ખૂબ ખરાબ" શ્રેણીમાં આવે છે. શૂન્ય અને 50ની વચ્ચેનો AQI "સારો", 51 અને 100 વચ્ચે "સંતોષકારક", 101 અને 200 વચ્ચે "મધ્યમ", 201 અને 300 વચ્ચે "ખરાબ", 301 અને 400 વચ્ચે "ખૂબ ખરાબ" અને 401 અને 500ની વચ્ચે "ગંભીર" ગણવામાં આવે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં પર હિમ પડવાની સંભાવના છે. 25 જાન્યુઆરીના રોજ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના જુદા જુદા ભાગોમાં 26 જાન્યુઆરીની સવાર સુધી રાત્રિ દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવાર અને રાત્રિ દરમિયાન ગાઢ ધૂમ્મસ થોડા કલાકો સુધી રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં ગાઢ ધૂમ્મસની સંભાવના છે. જ્યારે છત્તીસગઢ અને તેલંગાણામાં આગામી 3-4 દિવસમાં વરસાદની સંભાવના છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
