દિલ્લી-એનસીઆરમાં આજે પણ વરસશે વાદળ, જાણો ક્યાં પહોંચી રહ્યુ છે ચોમાસુ

ભારતીય હવામાન વિભાગે આજે પણ રાજધાનીમાં વાદળો છવાઈ રહેવા અને હળવો વરસાદ થવાનું અનુમાન જતાવ્યુ છે.

ગુરુવારે રાજધાની દિલ્લી અને એનસીઆરમાં હળવો વરસાદ થયો છે જેનાથી લોકોએ ગરમીમાંથી થોડીઘણી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગે આજે પણ રાજધાનીમાં વાદળો છવાઈ રહેવા અને હળવો વરસાદ થવાનું અનુમાન જતાવ્યુ છે. વિભાગનું કહેવુ છે કે શનિવારે સાંજ સુધી અહીં ચોમાસુ દસ્તક આપી શકે છે અને ત્યારબાદ 15 જુલાઈથી અહીં જોરદાર વરસવાની સંભાવના છે.

દિલ્લી-એનસીઆરમાં આજે પણ વરસશે વાદળ

દિલ્લી-એનસીઆરમાં આજે પણ વરસશે વાદળ

ગુરુવારે દિલ્લી-એનસીઆરનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ હતુ કે જે હવામાન વિભાગના સરેરાશ તાપમાનથી ત્રણ ડિગ્રી વધુ છે. વળી, લઘુત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ 31.1 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે. ક્ષેત્રમાં સવારે 8.30 વાગે આદ્રતા 63 ટકા નોંધવામાં આવી. વળી, બુધવારે પણ મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયુ હતુ.

આગામી 24 કલાકો દરમિયાન અહીં થઈ શકે છે વરસાદ

આગામી 24 કલાકો દરમિયાન અહીં થઈ શકે છે વરસાદ

વિભાગનું કહેવુ છે કે આગામી 24 કલાક દરમિયાન મોનસુન દિલ્લી સાથે સાથે પંજાબ, યુપી અને રાજસ્થાનમાં કરોડોના ચહેરા પર સ્મિત લાવી શકે છે અને આ રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. સ્કાઈમેટ મુજબ દિલ્લી એનસીઆમાં શનિવાર સુધી મોનસુન આવશે. ત્યારબાદ જ વરસાદનો સમય ચાલુ થઈ જશે. એટલુ જ નહિ હવામાન વિભાગે આજે ઉત્તરાખંડના ઘણા શહેરોમાં પણ ભારે વરસાદ માટે 10 જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યુ છે.

અહીં થઈ શકે છે વરસાદ

અહીં થઈ શકે છે વરસાદ

આગામી અમુક કલાકોમાં મેઘાલય અને અસમમાં પણ ભારે વરસાદના સંકેત છે. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 3 જુલાઈના રોજ એક-બે સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે જ્યારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદના અણસાર છે.

બિહારમાં પણ થયો વરસાદ

બિહારમાં પણ થયો વરસાદ

બિહારની રાજધાની પટના અને આસપાસના વિસ્તારમાં શુક્રવારે વાદળ છવાયેલા છે અને હવામાન વિભાગે વરસાદના અણસાર વ્યક્ત કર્યા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં થયેલા વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X