Wayanad Landslides : વાયનાડમાં કુદરતનો પ્રકોપ ખૌફનાક, હજુ પણ 300 થી વધુ લોકો લાપત્તા
Wayanad Landslides : કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલનની ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ પણ ઘણા લોકો લાપત્તા છે.
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

આજે (3 ઓગસ્ટ) વાયનાડમાં બચાવ કામગીરીનો ચોથો દિવસ છે. વાયનાડના ચૂરમાલામાં NDRF અને સેનાના જવાનો પણ લોકોને બચાવવામાં વ્યસ્ત છે.
રેસ્ક્યુ ટીમ આધુનિક ટેકનિકલ સાધનો અને સ્નિફર ડોગ્સની મદદથી જીવતા લોકોને શોધી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મૃતદેહો પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેરળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી ભયાનક આફત છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે રડારે કાટમાળ નીચે કેટલીક હિલચાલ જોઈ છે, જે લોકોના જીવિત હોવાનો પુરાવો છે.
વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 334 લોકોના મોત થયા છે. 210 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 187 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે ભૂસ્ખલન બાદ 300 જેટલા લોકો હજુ પણ લાપતા છે. અપેક્ષા છે કે આ લોકો હજુ પણ જીવિત છે.
શનિવારે વાયનાડમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લેફ્ટનન્ટ કર્નલ વિકાસ રાણાએ કહ્યું કે, આજે અમારી યોજના ગઈકાલ જેવી જ છે. અમે અલગ-અલગ ઝોનને વિભાજિત કર્યા છે અને ટીમ ત્યાં જવા રવાના થઈ છે. સર્ચ ડોગ્સ અને વૈજ્ઞાનિકો પણ ટીમો સાથે ગયા છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં સામેલ છે.
ભૂસ્ખલનના ચોથા દિવસે પદ્વેટ્ટી કુન્નુ પાસેના એક ઘરમાંથી ચાર જણના એક પરિવારને બચાવી લેવામાં આવ્યો. જેણે બચી ગયેલા લોકોને શોધી રહેલા સેંકડો બચાવ કાર્યકરોને આશાનું કિરણ પૂરું પાડ્યું હતું. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના છ વિસ્તારોમાં કૂતરાઓ સાથેની લગભગ 40 બચાવ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
