Wayanad Landslide: વાયનાડમાં ભૂસ્ખલનથી 276 મોત, 240 લોકો હજુ પણ ગુમ, રાહુલ ગાંધી આજે પીડિતોને મળશે
Wayanad Landslide: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા વિનાશમાં ત્રણ દિવસ પછી પણ મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. વાયનાડમાં ભૂસ્ખલનના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 276 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, 240 વધુ લોકો હજુ પણ ગુમ છે. બચાવ કામગીરી હાલમાં પડી રહેલા વરસાદને કારણે વધુ પડકારજનક બની રહી છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં ગુરુવારે પહાડી જિલ્લામાં સર્વપક્ષીય બેઠક યોજાશે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને જિલ્લામાં પડાવ નાખતા રાજકીય પક્ષના નેતાઓ બેઠકમાં ભાગ લેશે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ જઈ રહ્યા છે. તે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા છે. કોંગ્રેસના નેતા વાયનાડની મુલાકાત લેશે અને મતવિસ્તારની સ્થિતિની સમીક્ષા કરશે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને કહ્યું હતુ કે, 'વાયનાડમાં બચાવ કામગીરી ચાલુ છે. આ એક પીડાદાયક આપત્તિ છે. દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી શક્ય તેટલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બચાવાયેલા લોકોને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભૂસ્ખલનથી મુંડક્કાઈ અને બે પડોશી ગામોનો લગભગ નાશ કર્યો હતો. આર્મી, નેવી અને એનડીઆરએફની બચાવ ટીમ કાટમાળમાંથી બચી ગયેલાઓની શોધ માટે ટીમો દિવસ-રાત કામ કરી રહી છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે વાયનાડના પ્રવાસે છે. તેમણે લખ્યું હતું કે, 'પ્રિયંકા અને હું (રાહુલ ગાંધી) કાલે ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને મળવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વાયનાડ જઈ રહ્યા છે. પરંતુ, સતત વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે, અમને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે અમે ત્યાં ઉતરાણ કરી શકીશું નહીં. હું વાયનાડના લોકોને ખાતરી આપવા માંગુ છું કે અમે શક્ય તેટલી વહેલી તકે ત્યાં જઈશું. આ દરમિયાન, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખીશું અને તમામ જરૂરી સહાય પૂરી પાડીશું.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
