સંસદમાં શપથ દરમિયાન રાહુલ ગાંધીથી થઈ આ ભૂલ, રાજનાથ સિંહે યાદ અપાવ્યુ

રાહુલ ગાંધી સાથે વિચિત્ર ઘટના બની. સાંસદ તરીકે શપથ લીધા બાદ રાહુલ ગાંધી રજિસ્ટર પર સહી કરવાનુ ભૂલી ગયા.

17મી લોકસભાના પહેલા સત્રમાં સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત નવા ચૂંટાયેલા સભ્યોએ નીચલા ગૃહના સભ્યપદના શપથ લીધા. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે વિચિત્ર ઘટના બની. સાંસદ તરીકે શપથ લીધા બાદ રાહુલ ગાંધી રજિસ્ટર પર સહી કરવાનુ ભૂલી ગયા. શપથ લીધા બાદ જ્યારે તે પોતાની સીટ તરફ જવા લાગ્યા ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા સાંસદો દ્વારા યાદ અપાવાયુ.

શપથ લીધા બાદ સહી કરવાનુ ભૂલી ગયા રાહુલ ગાંધી

શપથ લીધા બાદ સહી કરવાનુ ભૂલી ગયા રાહુલ ગાંધી

રાહુલ ગાંધી સોમવારે લંચ ટાઈમ બાદ સંસદ પહોંચ્યા હતા. તેમણે અંગ્રેજીમાં શપથ લીધા. જ્યારે તે પાછા પોતાની સીટ તરફ જવા લાગ્યા તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને હાજર અન્ય અધિકારીઓએ તેમને હસ્તાક્ષર કરવાનુ યાદ અપાવ્યુ. ત્યારબાદ રાહુલ ગાંધી પાછા આવ્યા અને તેમણે સંસદ રજિસ્ટર પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ તેમણે પ્રોટમ સ્પીકરનો આભાર માન્યો અને પોતાની જગ્યાએ પાછા જતા રહ્યા. રાહુલ ગાંધી આ વખતે કેરળના વાયનાડથી સાંસદ ચૂંટાયા છે.

શપથ બાદ માન્યો વાયનાડનો આભાર

શપથથી થોડી વાર પહેલા તેમણે એક ટ્વીટ પણ કર્યુ હતુ. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, ‘લોકસભાના સભ્ય રૂપે મારો સતત ચોથો કાર્યકાળ આજથી શરૂ થઈ રહ્યો છે. કેરળના વાયનાડનું પ્રતિનિધિત્વ કરીને હું આજે બપોરે શપથ લઈને સંસદમાં પોતાની નવા ઈનિંગની શરૂઆત કરીશ. હું એ ભરોસો અપાવુ છે કે હું ભારતના બંધારણ પ્રત્યે સાચો વિશ્વાસ અને નિષ્ઠા રાખીશ.' કોંગ્રેસ અધ્યક્ષને તેમની પરંપરાગત સીટ અમેઠીમાં ભાજપની સ્મૃતિ ઈરાનીએ 55 હજારથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો છે.

મોદીએ સંસદના નેતા હોવાના કારણે સૌથી પહેલા શપથ લીધા

મોદીએ સંસદના નેતા હોવાના કારણે સૌથી પહેલા શપથ લીધા

મોદીએ સંસદના નેતા હોવાના કારણે સૌથી પહેલા શપથ લીધા. તેમણે હિંદીમાં શપથ લીધા. પ્રધાનમંત્રી મોદી બાદ અધ્યક્ષોની પેનલમાં શામેલ કોંગ્રેસના કે કે સુરેશ, બીજદના બી મહતાબ અને ભાજપના વ્રજભૂષણ શરણ સિંહે શપથ લીધા. સુરેશ સિંહે હિંદી અને મહતાબે ઉડિયામાં શપથ લીધા. આ ત્રણે સભ્યો બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શપથ લીધા. પશ્ચિમ બંગાળ કોટામાંથી મંત્રીઓ બાબુલ સુપ્રિયો અને દેબશ્રી ચૌધરીના નામ શપથ માટે બોલાયા બાદ ભાજપ સભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X