Wayanad Bypoll 2024 : કોણ છે વાયનાડમાં પ્રિયંકા ગાંધીને ટક્કર આપવા જઈ રહેલી નવ્યા હરિદાસ?
Wayanad Bypoll 2024 : રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડ્યા બાદ હવે અહીંથી પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરી છે. પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને બીજેપી તરફથી નવ્યા હરિદાસ ટક્કર આપવા જઈ રહી છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પેટા ચૂંટણી સાથે વાયનાડ લોકસભા સીટ પર પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. બીજેપીએ અહીંથી પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને ટિકિટ આપી છે.

નવ્યા હરિદાસ બીજેપી મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવ છે અને કોઝિકોડ કોર્પોરેશનમાં બે વખત કાઉન્સિલર રહી ચુકી છે. આ સિવાય તેણી કોર્પોરેશનમાં ભાજપ સંસદીય દળના નેતા છે. તે 2021 માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોઝિકોડ દક્ષિણ મતવિસ્તારમાંથી NDA ની ઉમેદવાર હતા.
નવ્યા હરિદાસ 39 વર્ષની છે અને તેના પતિનું નામ શોભિન શ્યામ છે. નવ્યા વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. તેણીએ 2007માં કાલિકટ યુનિવર્સિટીની KMCT એન્જિનિયરિંગ કૉલેજમાંથી B.Tech ડિગ્રી મેળવી છે અને તે કોઝિકોડ કોઓપરેટિવમાંથી કાઉન્સિલર રહી ચૂકી છે.
2021 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોઝિકોડ દક્ષિણ (કેરળ) મતવિસ્તારમાંથી નવ્યાને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.
2021માં કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોઝિકોડ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી નવ્યાને ટિકિટ આપી પરંતુ ત્રીજા ક્રમે રહી હતી. ઈન્ડિયન નેશનલ લીગના અહેમદ દેવરકોવિલે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નૂરબીના રશીદને 12459 મતોના માર્જિનથી હરાવ્યા. ત્રીજા ક્રમે નવ્યાને 24,873 મત મળ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
