VIDEO: દારૂ-સિગરેટની સાથે એક્ટ્રેસ પૂનમ ઝવેરે બનાવ્યો રાધે માંનો વિડીયો
લાંબા સમયથી સમાચારોમાં ચર્ચાનો વિષય બનેલી, અનેક આરોપોમાં ઘેરાયેલી અને ખુદને દુર્ગા માંનો અવતાર ગણાવનાર રાધે માં હવે મજાકનો વિષય બની રહી છે. રાધે માં પર પહેલેથી જ અનેક આરોપો છે.
રાધે માં પર દહેજ ઉત્પીડન, અશ્લીલતા ફેલાવવી, દેહ વ્યાપાર માટે મજબૂર કરવા અને બ્લુ ફિલ્મ જોવા જેવા અનેક આરોપો થયા છે. રાધે માં પર તેની જ ભૂતપૂર્વ અનુયાયી અને બોલીવુડ એક્ટ્રેસ ડૉલી બ્રિદ્રાએ પણ અનેક આરોપો કર્યા છે. આ તમામ આરોપોને લઇને રાધે માં પર પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. તો થોડા સમય પહેલા તેના બંગલાના ગેરકાયદે બાંધકામને લઇને મુંબઇ મહાનગરપાલિકા પણ પગલા લેશે તેવા સમાચાર હતા.
મુંબઇ કોર્ટે પણ રાધે માંને લઇને મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. ત્યારે હવે રાધે માં પર બનેલો ડબ્શમૈશ ઘણો ચર્ચામાં છે.

ડબ્શમૈશ વિડીયો
આજકાલ રાધે માં પર એક ડબ્શમૈશ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં રાધે માંની ઘણી મજાક બનાવવામાં આવી છે. આ વિડીયો સોશ્યિલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

પૂનમ ઝવેર
જી હા, તમને યાદ જ હશે કે ફિલ્મ ઓહ માય ગૉડમાં પૂનમ ઝવેરે રાધે માં જેવા જ એક પાત્રમાં અભિનય કર્યો છે. આ ડબ્શમૈશ વિડીયો પૂનમ ઝવેરે બનાવ્યો છે.

હસી હસીને લોટપોટ થઇ જશો
આ ડબ્શમૈશ વિડીયો ઇંટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઇને હસી હસીને લોટપોટ થઇ જવાશે.

હદ કરી નાખી
પૂનમ ઝવેરે ડબ્શમૈશ વિડીયોમાં કહ્યું છેકે "શું કોઇ પણ માં ઘરમાં બાળકોને પ્રેમ કરે છે, તો માંને અશ્લીલ કહેશો? મારા બાળકો છે, મેં પહેલા જ કહીં દીધુ છેકે હું માં છું,..હું બિલકુલ પવિત્ર છું. આઇ એમ પ્યોર એન્ડ પાયસ" તમને જણાવી દઇએ કે રાધે માં જ્યારે પણ પોતાની અંગે કોઇ સ્પષ્ટતા આપે છે, ત્યારે તે આ લાઇન બોલે છે.

દારૂ અને વિડીયો
આ વિડીયોમાં પૂનમ ઝવેર સિગરેટ અને દારૂ પીતી નજરે પડી રહી છે. રાધે માં પર બનાવવામાં આવેલો પૂનમ ઝવેરનો આ ડબ્શમૈશ વિડીયો સોશિયલ સાઇટ્સ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. પૂનમ ઝવેરે આ વિડીયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ રાધે માંનો ડબ્શમૈશ વિડીયો સોશ્યિલ મિડીયા પર ઘણો વાયરલ થઇ ચૂક્યો છે.
On request of all my lovelies. My 1st ever #Dubsmash #RadheMaa pic.twitter.com/H2C9nmON4h
— PoonamJhawer (@PoonamJhawer) September 22, 2015 -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
