જુઓ વીડિયો: પ્રેમ કરવાની મળી દર્દનાક સજા, રસ્તાની વચ્ચે કરી હત્યા
તમિલનાડુના તિરુપુરમાં એક એન્જીનીયરની રસ્તાની વચ્ચે માર મારીમારીને હત્યા કરી દેવામાં આવી. આ છોકરાનો વાંક એટલો જ હતો કે તે એક દલિત વર્ગથી આવતો હતો અને તેને ઉચા વર્ગની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. છોકરીને રસ્તાની વચ્ચે દોડાવી દોડાવી ને મારવામાં આવી જેના કારણે તે ગંભીર હાલતમાં દવાખાનામાં ભરતી છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. રિપોર્ટ મુજબ છોકરાની મૌત માથા પર ગંભીર માર લાગવાથી થઇ છે. સમગ્ર ઘટના આમ બની હતી કે બંને રવિવારે જયારે શોપિંગ કોમ્પ્લેક્ષની બહાર નીકળ્યા ત્યારે ધારદાર હથિયારથી કેટલાક લોકોએ તેમના પર હમલો કરી દીધો. હમલો કરવા માટે 3 લોકો આવ્યા હતા જે બાદમાં બાઈક પર બેસીને ભાગી છુટ્યા.
પોલીસને આ હમલો કોણે કર્યો તેને વિશે હજુ સુધી કઈ જ ખબર નથી. પોલીસના કહેવા મુજબ લગ્ન બાદ કોશાલીયા અને શંકર સાથે જ રહેતા હતા. શંકરનો પરિવાર તેની સાથે જ હતો. પરંતુ છોકરી પક્ષવાળા આ લગ્નથી ખુશ હતા જ નહી. પોલીસના બતાવ્યા મુજબ કોશાલીયા એ તેના પિતા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોધાવી હતી કે તેને પિતા શંકર ને ધમકાવતા હતા.












Click it and Unblock the Notifications
