Video: પાકિસ્તાન બૉર્ડર પાસે અભિનંદન વર્તમાને ફરીથી ઉડાવ્યુ મિગ-21, IAF ચીફે આપ્યો સાથ
વિંગ કમાંડર અભિનંદન વર્તમાને લગભગ સાત મહિના બાદ એક વાર ફરીથી ફાઈટર જેટ મિગ-21માં ઉડાન ભરી.
વિંગ કમાંડર અભિનંદન વર્તમાને લગભગ સાત મહિના બાદ એક વાર ફરીથી ફાઈટર જેટ મિગ-21માં ઉડાન ભરી. અભિનંદન સાથે ભારતીય વાયુસેના (આઈએએફ) ચીફ, એર માર્શલ બીએસ ધનોઆએ પણ મિગ-21 ઉડાવ્યુ છે. રસપ્રદ વાત એ છે કે અભિનંદને પાકિસ્તાન બૉર્ડર પાસે જ ફરીથી સફળતાપૂર્વક મિગ-21 ઉડાવ્યુ છે. અભિનંદન વર્તમાને 27 ફેબ્રુઆરીના રોજ મિગ-21 બાઈસન ફાઈટર જેટથી પાકિસ્તાન એરફોર્સના એફ-16ને ઉડાવી દીધુ હતુ.
|
બાલાકોટ બાદ અભિમન્યુની એક્શન
વિંગ કમાંડર અભિનંદને 26 ફેબ્રુઆરી એટલે કે બાલાકોટ એર સ્ટ્રાઈકના આગલા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં થયેલી ડૉગ ફાઈટમાં પોતાના મિગ-21થી પાકિસ્તાન એરફોર્સના એફ-16ને તોડી પાડ્યુ હતુ. અભિનંદન આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવનો તહેરો બનીને ઉભર્યા હતા. અભિનંદન દુનિયાના પહેલા પાયલટ બન્યા જેમણે મિગથી એફ 16ને તોડી પાડ્યુ હોય. જો કે તેમનુ જેટ પણ ક્રેશ થઈ ગયુ હતુ અને ત્યારબાદ તેઓ પાકિસ્તાનના ભાગવાળા કાશ્મીરમાં જઈને પડ્યા હતા. એક માર્ચના રોજ લગભગ 60 કલાક સુધી તેમને કેદમાં રાખ્યા બાદ એક માર્ચના રોજ પાકિસ્તાને તેમને મુક્ત કર્યા હતા.

કેમ હીરો બની ગયા હતા અભિનંદન
હાલમાં જ અભિનંદનને સર્વોચ્ચ સૈન્ય સમ્માન વીર ચક્રથી સમ્માનિત કરવાનું એલાન કરવામાં આવ્યુ. મિગ-21 જ્યાં 60ના દશકનું ફાઈટર જેટ તો વળી, એફ-16 એક મોર્ડન જેટ છે. એવામાં અભિનંદને જે કર્યુ તે દુનિયામાં લોકોએ પહેલી વાર જોયુ હતુ. 27 ફેબ્રુઆરીએ અભિનંદન પીઓકેમાં જઈને પડ્યા અને એક માર્ 60 કલાક કેદમાં રાખ્યા બાદ પાકિસ્તાને તેમને પાછા વતન મોકલ્યા હતા. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ આગલા દિવસે પાકિસ્તાન એરફોર્સના ફાઈટર જેટ્સ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં દાખલ થઈ ગયા હતા.

ઘટના સમયે શ્રીનગરમાં હતા અભિનંદન
જે સમયે ઘટના બની હતી તે સમયે તે શ્રીનગર સ્થિત એરફોર્સની 51મી સ્ક્વૉડ્રનમાં પોસ્ટેડ હતા. થોડા દિવસો પહેલા સુરક્ષા કારણોસર તેમને બીજા બેઝ પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. બાલાકોટ એરસ્ટ્રાઈક 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાનો જવાબ હતુ જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. હાલમાં જ બેંગલુરુ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ઑફ એરોસ્પેસ મેડિસિન તરફથી અભિનંદનને ફ્લાઈંગ માટે ફિટ ડિક્લેર કરવામાં આવ્યા છે. એક સીનિયર ઈન્ડિયન એરફોર્સ ઓફિસર તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે અમુક પેપરવર્કનું કામ બાકી છે અને ત્યારબાદ વિંગ કમાંડર અભિનંદન ફ્લાઈંગ શરૂ કરી શકે છે. આ સાથે જ તેમને એક નાનો રિફ્રેશર કોર્સ કરવાનો રહેશે કારણકે તેઓ છેલ્લા અમુક મહિનાઓથી ફ્લાઈંગથી દૂર છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે લગભગ 15 દિવસ બાદ અભિનંદન ફ્લાઈંગ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
