waqf bill : મુસ્લિમોને હિન્દુ ટ્રસ્ટમાં જગ્યા આપશો? વક્ફ બિલને લઈને કેન્દ્રને સુપ્રીમ કોર્ટના આકરા સવાલ
waqf bill : વક્ફ કાયદામાં થયેલા સુધારા વિરૂદ્ધમાં થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સૂનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે સૂનાવણી શરૂ કરતા કેન્દ્ર સરકારને આકરા સવાલ કર્યા છે.
સૂનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યુ કે, જો વક્ફ બોર્ડમાં ગેરમુસ્લિમોને સામેલ કરવાની વાત થઈ રહી છે તો શું મુસ્લિમોને હિંદુ ધાર્મિક ટ્રસ્ટોમાં જગ્યા મળશે?

મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની પીઠે કેન્દ્રને આ સવાલ કર્યો. કોર્ટે વક્ફ સંબંધિત મુદ્દાઓમાં ન્યાયાલયોની વધી રહેલી ભૂમિકા સામે ચિંતા પણ વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે વક્ફના મુદ્દાઓએ સમાજમાં સંવેદનશીલતા અને સંભવિત ટકરાવમાં વધારો કર્યો છે, જે ચિંતાજનક છે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાને જજોએ પ્રશ્ન કર્યો કે વરરાશકર્તા આધારિત વક્ફને કઈ રીતે અસ્વીકારવામાં આવે? અનેક લોકો પાસે યોગ્ય દસ્તાવેજો નથી હોતા છતાં તે વક્ફના હકદાર બનવા માગે છે.
કોર્ટે કહ્યું કે, તમે દસ્તાવેજ વગર કેવી રીતે નોંધણી કરો છો? અને આવી પદ્ધતિથી ભવિષ્યમાં વિવાદ ઊભા નહીં થાય એવું કેમ માનવું? હકીકત એ છે કે કેટલાક વક્ફ હકીકતમાં ખરા છે પણ ઘણા વપરાશકર્તા આધારિત દાવાઓ દુરૂપયોગના ઈશારા કરે છે.
કોર્ટે જણાવ્યું કે ધારાસભા કોઈ વિતરણ અથવા નિર્દેશને અયોગ્ય ઠેરવી શકતી નથી. કાયદો બનાવી શકાય છે પણ અગાઉના ચુકાદાઓને રદ કરી શકાય તેમ નથી. આ દરમિયાન તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે મુસ્લિમોના એક મોટા સમૂહને એવું લાગતું નથી કે તેઓ વર્તમાન વક્ફ કાયદા હેઠળ આવવા ઈચ્છે છે.
તેના જવાબમાં કોર્ટએ પુછ્યું કે, શું એનો અર્થ એ છે કે હવે તમારું સરકાર મુસ્લિમોને હિંદુ ટ્રસ્ટોમાં આપશો? જો હા, તો એ ખુલ્લેઆમ જણાવો.
મુખ્ય ન્યાયમૂર્તિએ વધુ એક મુદ્દો ઉઠાવ્યો કે જો કોઇ ટ્રસ્ટ 100 કે 200 વર્ષ જૂનુ છે અને હવે તેને તદ્દન અલગ રીતે વક્ફ જાહેર કરવામાં આવે છે તો એ યોગ્ય નથી. આવા ફેરફારો સામાજિક ઉથલપાથલ અને કાનૂની વિવાદો લાવી શકે છે.
વક્ફ સુધારણ અધિનિયમ 2025 હાલમાં જ સંસદમાંથી પસાર થયું છે અને 5 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવ્યું છે. લોકસભામાં 288 અને રાજ્યસભામાં 128 મત પક્ષમાં પડ્યા હતા, જ્યારે 232 અને 95 મત વિરોધમાં પડ્યા.
આ અધિનિયમ સામે અત્યાર સુધી 72થી વધુ અરજીઓ દાખલ થઈ છે. જેમાં AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી, ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, જમિયત ઉલમા-એ-હિંદ, ડીએમકે, તેમજ કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતિાપગઢી અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
