નવી સંસદ અંદરથી જોસંસદવાની ઈચ્છા છે? જાણો કેવી રીતે સંસદમાં એન્ટ્રી મેળવવી?
ભારતની નવી સંસદમાં વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર વચ્ચે સંસદની ભવ્યતાની ખુબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો આ સંસદને અંદરથી જોવાની ઈચ્છા રાખે છે પરંતુ એ એ નથી જાણતા કે પ્રવેશ કેવી રીતે મેળવવો?
સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે નવી સંસદમાં શું ખાસ છે. દેશના ઘણા લોકો નવી સંસદને અંદરથી જોવા માંગે છે અને દરેક લોકો સંસદમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

જો તમે નવી સંસદમાં જવા ઈચ્છતા હોવ તો તેના માટે કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે. તમે સંસદને અંદરથી કેવી રીતે જોઈ શકો તેના માટે અમે તમને પાસ મેળવવા માટેની પુરી વિગતો જણાવી રહ્યા છીએ.
જણાવી દઈએ કે, ભારતનો કોઈપણ નાગરિક સંસદમાં બેસીને સંસદની કાર્યવાહીને જોઈ શકે છે. ભારતના નાગરિકો સંસદ અને સંસદની કાર્યવાહી જોઈ શકે તે માટે ગૃહમાં પ્રેક્ષક ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં સામાન્ય લોકો ગૃહની કાર્યવાહી જોઈ શકે છે.
અહીં બેસીને કાર્યવાહી જોવા માટે પહેલા પાસ બનાવવામાં આવે છે અને તે પાસ દ્વારા તમે પ્રવેશ મેળવી શકો છો અને સમય સ્લોટની વચ્ચે તમે સંસદની કાર્યવાહી જોઈ શકો છો.
સંસદની કાર્યવાહી જોવા પાસ કેવી રીતે બને?
એવું નથી કે તમે જ્યારે ઈચ્છો ત્યારે સંસદમાં પ્રવેશી શકો અને ગૃહની કાર્યવાહી જોઈ શકો. ગૃહની કાર્યવાહી નિહાળવા માટે પાસ ગ્રુપમાં પણ બનાવી શકાય છે, આ પાસ દ્વારા શાળાના બાળકો અથવા કોઈપણ જૂથને અંદરથી સંસદ બતાવી શકાય છે.
સાંસદની ભલામણથી પાસ મેળવી શકાય છે
આ પાસ સંસદ સચિવાલય દ્વારા બનાવવામાં આવે છે. તમે આ પાસ કોઈપણ સાંસદ દ્વારા પણ મેળવી શકો છો અને તેમની વિનંતી પર તમે સાર્વજનિક ગેલેરીમાં જવા માટે પાસ મેળવી શકો છો. જો તમે સંસદની મુલાકાત લેવા માંગતા હો તો તમે તમારા સાંસદને ફોન કરી શકો છો અને તે સાંસદ તમને ગૃહની કાર્યવાહી જોવામાં મદદ કરશે. તેમની ભલામણના આધારે પાસ બનાવી શકાય છે અને પાસ પર તેમનું નામ પણ લખવામાં આવે છે.
નવી સંસદની પબ્લિક ગેલેરી ખોલવાની હજુ બાકી છે
સામાન્ય પ્રક્રિયામાં તમે લોકસભાની સત્તાવાર વેબસાઇટ પરથી એક ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને તેમાં તમારી માહિતી ભરીને અને સાંસદની સહી કરાવીને પાસ મેળવી શકો છો. આ સિવાય સંસદ મ્યુઝિયમમાં કોઈ ભલામણ વગર સીધી એન્ટ્રી લઈ શકાય છે. જો કે નવી સંસદમાં પબ્લિક ગેલેરી ખોલવા અંગેની માહિતી હજુ આવવાની બાકી છે.












Click it and Unblock the Notifications
