વ્યાપમ કૌભાંડના વ્હિસલ બ્લોઅર આનંદ રાયને જામીન મળ્યા, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
ડૉ.આનંદ રોયની એક ધરણા દરમિયાન હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ડૉ.આનંદ રોયને ટ્રાયલ કોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
નવી દિલ્હી : દેશમાં જોરશોરથી ગાજેલા વ્યાપમ કૌભાંડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સામે આવી પહેલી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટ આ કેસના વ્હિસલ બ્લોઅર ડૉ.આનંદ રોયને જામીન આપ્યા છે. ડૉ.આનંદ રોયની એક ધરણા દરમિયાન હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ડૉ.આનંદ રોયને ટ્રાયલ કોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

વ્યાપમ કૌભાંડમાં ડૉ.આનંદ રાયની મોટી ભૂમિકા રહી છે. ડૉ.આનંદ રાય પર મધ્યપ્રદેશના રતલામમાં સ્થાનિક સાંસદ, કેટલાક ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટરના કાફલા પર હુમલો કરનારા ટોળાનો ભાગ હોવાનો આરોપ છે. આ ઘટના ગયા વર્ષે 15 નવેમ્બરે બની હતી.
ડૉ.આનંદ રાયને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. તેમની ગયા વર્ષે 15 નવેમ્બરે ધરપકડ કરાઈ હતી. 17 નવેમ્બર 2022 ના રોજ ટ્રાયલ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ સિવાય 12 ડિસેમ્બર 2022ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. અહીં તેમને જામીન મળ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ PS નરસિમ્હાની બેંચે કસ્ટડીની અવધિ અને કેસના તથ્યો અને સંજોગોના આધારે તેમને જામીન આપ્યા છે. જામીન આપતાં CJI ચંદ્રચુડે મધ્યપ્રદેશ સરકારને પૂછ્યું કે, આ વ્યક્તિ આંખના નિષ્ણાત છે. તેમનું કહેવું છે કે તે વ્યાપમ કૌભાંડમાં પણ વ્હિસલ બ્લોઅર છે. ક્યાં સુધી તમે તેમને અંદર રાખશો?
આ સવાલ પર મધ્યપ્રદેશ સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ છાપને દૂર કરવા કથિત રીતે વ્હિસલ બ્લોઅર પહેલા તેમની સામે 4-5 એફઆઈઆર છે. આ દરમિયાન ડો. આંનદ રોય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દાવો કર્યો કે તેમની કસ્ટડી દરમિયાન તેમને એકાંતમાં રાખવામાં આવ્યા હતા. સોલિસિટર જનરલે આ આરોપોને ફગાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
