છઠ્ઠ પૂજામાં ભગવાનની આસ્થા સામે લગાવ્યા ઠુમકા, અર્ધનગ્ન છોકરીઓએ કર્યો ડાંસ
કાનપુર, 10 નવેમ્બર: દેશમાં ધર્મ અને આસ્થાના નામ પર અશ્લીલતા પિરસવી કોઇ નવી વાત નથી. મોટાભાગે આવી ઘટનાઓ જોવા મળી જાય છે. મોટાભાગે જો ખાસકરીને યુપી અને બિહારની કરીએ તો અહી કોઇપણ પ્રસંગ હોય અશ્લીલતા ઠુમકા લગાવવામાં ન આવ્યા તો તે કાર્યક્રમ અધુરો માનવામાં આવે છે. ભગવાની આડમાં અશ્લીલતા પિરસવાની એવી ઘટના ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક રાજધાની કાનપુરના કલ્યાણપુર વિસ્તારમાં જોવા મળી.
અહીં આવાસ વિકાસ કોલોનીમાં શુક્રવારે મોડીરાત્રે ભોજપુરી ગીતો પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા. એક તરફ છઠ્ઠ માઇની પૂજાના સમયે સૂર્યાસ્ત બાદ હજારો મહિલાઓ આરાધના કરે છે તો બીજી તરફ તે પૂજા સ્થળ પર ભક્તો માટે એક અલગ જ ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું. એટલું જ નહી ભોજપુરી બિભત્સ ગીતો પર અર્ધનગ્ન છોકરીઓએ જોરદાર ડાંસ કર્યો.

એક તરફ ભગવાનની ઝાંખી સજેલી હતી તો બીજી તરફ બારની મહિલાઓનો અશ્લીલ ડાંસ જોવા મળ્યો. લોકો નશામાં ધૂત થઇને છોકરીઓ સાથે અશ્લીલ ડાંસ કરી રહ્યાં હતા અને તેમના પર નોટો ઉછાળવામાં આવતી હતી. સૌથી ખાસ વાત એ છે કે આ પ્રકારના બધા કાર્યક્રમ વહિવટી તંત્ર અને પોલીસની પરવાનગીથી સંભવ છે. પરંતુ જિલ્લાના જવાબદાર અધિકારી પોતાની જવાબદારીઓને પરમીશન આપ્યા બાદ કદાચ ભૂલી જાય છે કે આવું આયોજન સમાજના હિતમાં છે કે નહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
