સીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસન
એપ્પલના એરિયા મેનેજર વિવેક તિવારીની હત્યા મામલે તેમના પરિજનોએ આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી.
એપ્પલના એરિયા મેનેજર વિવેક તિવારીની હત્યા મામલે તેમના પરિજનોએ આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા સાથે મૃતક વિવેક તિવારીની પત્ની કલ્પના સીએમ નિવાસ પહોંચી. રાજધાનીના ગોમતીનગર વિસ્તારમાં વિવેક તિવારીને એક કોન્સ્ટેબલે ગોળી મારી દીધી હતી જે બાદ તેમનું મોત થઈ ગયુ હતુ.

બાળકોના નામે 5-5 લાખની એફડી
કલ્પનાએ સીએમ યોગી સાથે મુલાકાત કર્યા બાદ કહ્યુ કે રાજ્ય સરકાર પર તેમનો ભરોસો વધ્યો છે. તેમણે કહ્યુ કે નોકરીથી લઈને નિષ્પક્ષ તપાસની તેમની માંગને સીએમ યોગીએ સ્વીકારી લીધી છે અને દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યુ છે. વળી, ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ કહ્યુ કે જે પણ તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ તે સરકારે કરી છે. આગળ પણ જે કાર્યવાહી કરવાની છે તે નિષ્પક્ષ રીતે આગળ વધશે. વિવેક તિવારીના પરિવાર પ્રત્યે તેમના બાળકોના ભવિષ્ય પ્રત્યે સરકાર ગંભીર છે. વિવેક તિવારીના બાળકોના નામે 5-5 લાખની એફડી કરાવવામાં આવશે.
|
મા ના નામે 5 લાખની એફડી
દિનેશ શર્માએ કહ્યુ કે પરિવારને 25 લાખની આર્થિક મદદની ઘોષણા કરવામાં આવી છે. વિવેકની માતાના જીવનનિર્વાહ માટે તેમના નામ પર 5 લાખની એફડી કરાવવામાં આવશે. તેમણે કહ્યુ કે સરકાર વિવેક તિવારીના પરિવારની પૂરેપૂરી મદદ કરશે. આ મદદ નથી પરંતુ સરકારનું કર્તવ્ય છે અને તેને સરકાર પૂરુ કરશે.

વિવેકની પત્નીને સરકારી નોકરી
દિનેશ શર્માએ જણાવ્યુ કે વિવેક તિવારીની પત્નીને તેમની યોગ્યતા અનુસાર સરકારી નોકરી આપવામાં આવશે જેથી તે પોતાના પરિવારની સંભાળ લઈ શકે. સરકાર તેમના પરિવારને ઘર પણ આપશે. આ મામલે કલ્પના તિવારીએ યુપી પોલિસની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યુ હતુ કે દોષી પોલિસ કોન્સ્ટેબલો સામે વહેલામાં વહેલી તરે કાર્યવાહી કરાવવાની માંગ કરી હતી.

વિવેકના પરિવારને સરકાર આપશે ઘર
રવિવારે સીએમ યોગી આદિત્યનાથે ફોન પર વિવેક તિવારીના પરિવાર સાથે વાત કરી હતી. તેમણે મૃતકની પત્નીને કહ્યુ હતુ કે સરકાર દ્વારા પરિવારને આવશ્યક બધા પ્રકારની મદદ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે જ્યારે તે ઈચ્છે તેમને મળી શકે છે. તમને જણાવી દઈએ કે વિવેકની પત્ની સતત માંગ કરી રહી હતી કે સીએમ યોગી આવીને તેમની ફરિયાદ સાંભળે. તેમનું કહેવુ હતુ કે પોલિસ આ મામલે યોગ્ય કાર્યવાહી નથી કરી રહી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
