વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને લીગલ નોટીસ મોકલી, જાણો શું છે પુરો મામલો?
ધ કાશ્મીક ફાઈલ્સને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ બીજેપી અને સરકાર આ ફિલ્મના સપોર્ટમાં છે તો બીજી તરફ વિપક્ષ સતત ફિલ્મને નિશાન બનાવીને પ્રોપગેન્ડાનો આરોપ લગાવી રહ્યું છે. હવે આ આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે.
આ ફિલ્મ બાદ હવે નવી આવેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરીને લઈને વિવાદ વધી રહ્યો છે. હવે વિવેક અગ્નિહોત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ધ કાશ્મીર ફાઈલ્સને લઈને મોટી બબાલ શરૂ થઈ છે.

વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને કાનૂની નોટિસ મોકલી છે અને ફિલ્મને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરતા મુખ્યમંત્રીને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસ નિર્માતા અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક અગ્રિનહોત્રી વતી મોકલાઈ છે.
નોટીસ મોકલ્યા બાદ વિવેક અગ્નિહોત્રીએ આ લીગલ નોટિસની કોપી મીડિયા સાથે શેર કરી છે. એક ઈન્ટરવ્યુમાં વિવેક અગ્રિનહોત્રીએ આરોપ લગાવ્યો કે, તેમણે અમને અને અમારી ફિલ્મો ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ દિલ્હી ફાઇલ્સને બદનામ કરવાના ઈરાદાથી ખોટા અને અપમાનજનક નિવેદનો આપ્યા છે.
#WATCH | Yesterday Mamata Banerjee said that 'The Kashmir Files' and my upcoming film which is based on the genocide in Bengal, are propaganda. She said that BJP funds me for the films I make. We have sent a legal notice to CM Mamata Banerjee against the statements she made:… pic.twitter.com/JXGFVRoytT
— ANI (@ANI) May 9, 2023
તેમણે કહ્યું કે, મમતા બેનર્જી અમારી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ અને આગામી ફિલ્મ પર જે બંગાળમાં થયેલા નરસંહાર પર આધારિત છે તેને પ્રોપેગેન્ડા ગણાવી અને કહ્યું હું જે પણ ફિલ્મો બનાવું છું તેને બીજેપી દ્વારા ફંડ કરવામાં આવે છે. આ જ કારણે અમે તેમના નિવેદન સામે કાનૂની નોટિસ મોકલી છે.
અહીં તમને જણાવી દઈએ કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 2022માં રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા કાશ્મીરમાં પંડિતો પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અત્યાચાર પર આધારિત હતી. જેના કારણે દેશભરમાં હોબાળો મચ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડનું કલેક્શન કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
