રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હાવડામાં હિંસા, જાણો શું કહ્યું મમતા બેનર્જીએ?

રામનવમીની ભારતભરમાં ધામધુમથી ઉજવણી થઈ રહી છે ત્યારે હવે પશ્ચિમ બંગાળથી બબાલના સમાચાર સામે આવ્યા છે. પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હાવડામાં શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હોવાના અહેવાલ છે. રિપોર્ટ અનુસાર, કેટલાક વાહનોને આગ લગાડી દેવામાં આવી છે. હાલ તણાવની સ્થિતી છે અને શાંતિ સ્થાપવા પોલીસે ફ્લેગ માર્ચ યોજી છે.
અહેવાલો અનુસાર, આ ઘટના હાવડાના શિવપુરી વિસ્તારમાં બની છે. ઘટા દરમિયાન કેટલાક લોકોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. તણાવ બાદ પોલીસે આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ શરૂ કરી છે અને ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. હાલ સ્થિતિને જોતા સ્થળ પર પોલીસ કાફલો ઉતારી દેવાયો છે. હાલ પોલીસ ઘટના પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | West Bengal: Police personnel conduct flag march after ruckus during 'Rama Navami' procession in Howrah where several vehicles were torched. pic.twitter.com/W845mdQQnQ
— ANI (@ANI) March 30, 2023
વિવાદ વચ્ચે હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, મેં પહેલેથી જ ચેતવણી આપી હતી કે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરાશે. હું આ સહન કરીશ નહી.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, સ્પષ્ટ નિર્દેશ છે કે કોઈપણ સંવેદનશીલ વિસ્તારમાંથી રેલી કાઢવાની પરવાનગી ન આપવામાં આવે. અમે રમખાણો સહન નહીં કરીએ. પ્રશાસને રેલી માટે પરવાનગી આપી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તોફાનીઓને બક્ષવામાં આવશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
