પ્રેમી સાથે મહિલાને લોકોએ રસ્સીથી બાંધીને આખા ગામમાં ઢસડી, છોડવાની આજીજી કરતો રહ્યો માસૂમ
બિહારના કટિહાર જિલ્લાના પ્રાણપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં માનવતાને શરમમાં મૂકી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કટિહારઃ બિહારના કટિહાર જિલ્લાના પ્રાણપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં માનવતાને શરમમાં મૂકી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સ્થાનિક લોકોએ એક મહિલાને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા બાદ પ્રેમીને બંધક બનાવીને આખી રાત માર્યો અને મહિલાને રસ્સીથી બાંધીને આખા ગામમાં ઢસડતા રહ્યા. જો કે ઘટનાની માહિતી પોલિસને ઘણી વાર પછી મળી. સ્થાનિક લોકોએ મહિલા પર 25 હજારનો દંડ કરીને તેને જીવતી છોડી. જ્યારે સ્થાનિક લોકો મહિલા સાથે આવો દુર્વ્યવહાર કરી રહ્યા હતા ત્યારે તેના બંને માસૂમ બાળકો પોતાના માના જીવની ભીખ માંગતા રહ્યા.

પહેલાથી ઘાત લગાવીને બેઠા હતા ગામ લોકો
મામલાની માહિતી પોલિસને ત્યારે થઈ જ્યારે ઘટનાનો વીડિયો વાયરલ થયો. વળી, આ મામલા વિશે કટિહારના એસડીપીઓ અમરકાંત ઝાએ જણાવ્યુ કે 15 નામજદ અને 25 અજ્ઞાત લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાણપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રના રહાર ગામમાં લોકોએ મંગળવારની મોડી રાતે મહિલાના પ્રેમીને રંગે હાથ પકડ્યો હતો. પ્રેમીના આવવાની રાહમાં ગામના અમુક લોકો પહેલેથી જ ઘાત લગાવીને બેઠા હતા.

પોલિસને કાનોકાન ન મળી ખબર
પ્રેમી જેવો રહાર ગામમાં ઘૂસ્યો એવો રાતે 1 વાગે લોકોએ તેને પકડ્યો. ત્યારબાદ તેની જોરદાર પિટાઈ કરી ત્યારબાદ પ્રેનીના પરિવારજનો ગામમાં પહોંચ્યા. વિસ્તારમાં આગની જેમ વાત ફેલાઈ ગઈ પરંતુ પ્રાણપુર પોલિસ સ્ટેશનને કાનોકાન આની ભનક ન લાગી.

મહિલાની દુર્ગતિ થવા સુધી કરતા રહ્યા દુર્વ્યવહાર
આ તરફ મહિલા સાથે ગામ લોકોએ હદ કરી દીધી. સેંકડોની સંખ્યામાં ગામ લોકોએ તેને રસ્સીથી બાંધી જકડી લીધી. ત્યારબાદ તેને આખા ગામમાં ઢસડતા રહ્યા. આવી ભૂલ ફરીથી ના થાય એ માટે તેને માફી માંગવાનુ કહેતા રહ્યા. આ દરમિયાન મહિલાના બે બાળકો વારંવાર પોતાની માને વળગી રહ્ય હતા. પોતાની માને છોડવા માટે કહી રહ્યા હતા પરંતુ ગામ લોકોએ તેની એક ના સાંભળી. તેમણે ત્યાં સુધી મહિલાને ઢસડી જ્યાં સુધી હાલત ખરાબ ન થઈ ગઈ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
