પ્રેમ કરવાની તાલિબાની સજા, છોકરીની ડંડાથી પીટાઈ, વીડિયો વાયરલ
મધ્યપ્રદેશના ધારમાં એક 21 વર્ષની આદિવાસી યુવતીને તેના પરિજનો ઘ્વારા બેરહેમીથી પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો છે.
મધ્યપ્રદેશના ધારમાં એક 21 વર્ષની આદિવાસી યુવતીને તેના પરિજનો ઘ્વારા બેરહેમીથી પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. ખાસ વાત છે કે યુવતીની પીટાઈ કરનાર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો. છોકરીનો વાંક ફક્ત એટલો જ હતો કે તે બીજી જાતિના યુવકને પ્રેમ કરતી હતી, જે તેના પરિવારને પસંદ ના હતું. આપને જણાવી દઈએ કે આ ઘટના બાગ ચોકી વિસ્તારના ઘટબોરી ગામની છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં લોકો યુવતીને ખુબ જ નિર્દયતા પૂર્વક મારી રહ્યા છે. તેઓ તેના વાળ ખેંચી રહ્યા છે અને તેના શરીર પર લાતો અને મુક્કા મારી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર આ યુવતી થોડા દિવસ પહેલા જ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારપછી તેના પરિજનોએ તેના ગાયબ થવાની રિપોર્ટ પોલીસ સ્ટેશને નોંધાવી. મામલો નોંધાયા પછી પોલીસ તેની શોધ કરવામાં લાગી ગઈ. પોલીસ ટાંડા ગામથી યુવતીને શોધીને લાવી તેને તેમને યુવતી પરિજનોને સોંપી દીધી. ત્યારપછી તેના ઘરના લોકોએ તેને આવી તાલિબાની સજા આપી.
આ પણ વાંચો: હાથ-પગ બાંધીને માસૂમ બાળકની ઊંધો લટકાવી પીટાઈ કરી
યુવતીના ઘરે આવ્યા પછી તેના પરિજનો અને સમાજના લોકો યુવતી પર પોતાના સમાજના જ કોઈ છોકરા સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. પરંતુ યુવતીએ પોતાના પ્રેમી સાથે જ લગ્ન કરવા માટેની જીદ કરી. ત્યારપછી આ લોકોએ યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરી દીધી. હાલમાં પોલીસે વીડિયોના આધારે આ મામલે સાત લોકો સામે કેસ નોંધ્યો છે અને ચાર લોકોની શંકાના આધારે ધરપકડ પણ કરી છે.












Click it and Unblock the Notifications
