Video: મુંબઇ પોલીસની હેવાનિયત, મધરાત્રે કપલને ઢોર માર માર્યો
"સદ્રક્ષણાય ખલનિગ્રહણાય" (અચ્છાઇની જીત, બુરાઇનો ખાત્મો) કહેવાવાળી મુંબઇ પોલીસનો એક એવો ચહેરો સામે આવ્યો છેકે જેને જોયા બાદ તમને ખાકી યુનિફોર્મથી નફરત થઇ જશે. મામલો અંધેરી પોલીસ સ્ટેશનનો છે. એક વિડીયો સામે આવ્યો છે, જેમા પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનની અંદર એક કપલને ઢોર માર મારી રહ્યાં છે. આ પ્રેમી જોડાની ભૂલ માત્ર એટલી જ હતી કે તેઓ મોડી રાત્રે રસ્તા પર જોરશોરથી લડી રહ્યાં હતા.

આરોપી પોલીસ કર્મચારીઓની ઓળખ થઇ ચૂકી છે. અને મુંબઇ પોલીસ કમિશ્નરે તપાસના આદેશ પણ આપી દીધા છે. આ મામલો 2 નવેમ્બરનો છે. જાણકારી મુજબ અંધેરી પોલીસ સ્ટેશનમાં રાત્રે લગભગ 12 વાગ્યે પોલીસ વાળા બિલકુલ ફિલ્મી સ્ટાઇલમાં એક કપલને પકડીને લઇ આવ્યા હતા. આ કપલ રસ્તા પર ઝઘડો કરી રહ્યું હતુ પણ પોલીસને મામલો છેડતીનો લાગ્યો. પોલીસે બંનેને તરત જ પકડી પાડ્યા અને અંધેરી પોલીસ સ્ટેશન લઇ ગઇ. પોલીસ સ્ટેશનમાં છોકરીએ કહ્યું કે તે બંને મિત્રો છે, અને માફી પણ માંગે છે કે તેઓ ભવિષ્યમાં ઝઘડો નહીં કરે.
ત્યારબાદ પણ પોલીસવાળાઓએ બંનેને ઢોર માર માર્યો હતો. આ ઘટના જ્યારે પોલીસ સ્ટેશનમાં બની રહી હતી ત્યારે એક NGOનો વ્યક્તિ પણ ત્યાં ઉપસ્થિત હતો તેણે આ આખીય ઘટનાનો વિડીયો બનાવી લીધો. હવે આ વિડીયો વાઇરલ થઇ ગયો છે. તમને જણાવી દઇકે યુવક અને યુવતી ટેક મહિન્દ્રાના કોલ સેન્ટરમાં કામ કરે છે. અને 2 નવેમ્બરે તેઓ ઓફિસથી ઘરે જવા માટે મેટ્રો સ્ટેશન જઇ રહ્યાં હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
