Video: બીજેપી નેતાની ગુંડાગીરી, ટોલ કર્મચારીઓને માર્યા
ઉત્તરપ્રદેશ ના કાનપુરમાં બીજેપી નેતાની ગુંડાગીરી સામે આવી છે. મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ રાહુલ દેવ અગ્નિહોત્રી અને તેમને દીકરાએ ટોલ પ્લાઝા કર્મચારીઓને માર્યા.
ઉત્તરપ્રદેશ ના કાનપુરમાં બીજેપી નેતાની ગુંડાગીરી સામે આવી છે. મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ રાહુલ દેવ અગ્નિહોત્રી અને તેમને દીકરાએ ટોલ પ્લાઝા કર્મચારીઓને માર્યા. આખો મામલો અક્બરપુર નો છે. બીજેપી નેતાએ તેમને એટલા માટે માર્યા કારણકે ટોલ કર્મીએ પૈસા વગર તેમની ગાડી રોકી દીધી હતી. માહિતી મુજબ આ મામલો 28 ફેબ્રુઆરીનો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટોલ કર્મચારીએ ટોલ ટેક્સ આપ્યા વગર તેમના વાહનને ત્યાંથી પસાર થવાની મનાઈ કરી દીધી હતી. સત્તાના નશામાં ચૂર બીજેપી નેતાને આ વાત ખટકી ગયી. ત્યારપછી પોતાના સમર્થકો સાથે નેતા ટોલ બૂથમાં ઘુસી ગયો.
વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે ટોલ બૂથમાં બીજેપી નેતા તેના દીકરા સાથે છે અને તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ છે. બધાએ ટોલ કર્મચારીને ઘેરી લીધો. ત્યારપછી બીજેપી નેતાનો દીકરો થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં ટોલ કર્મચારી બીજેપી નેતા પાસે દયા દાખવવા કહે છે. પરંતુ નેતા અને તેમના સમર્થકો પર તેનો કોઈ જ અસર પડી રહ્યો નથી.
#WATCH Kanpur Dehat BJP President Rahuldev Agnihotri & his son thrashed a toll plaza employee in Akbarpur allegedly because he didn't let their vehicle pass without payment of charges (28.02.18) pic.twitter.com/nwJdgVeGBH
— ANI UP (@ANINewsUP) March 1, 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
