Video : ઈસરો ચીફ એસ સોમનાથનું ઈન્ડિગો ફ્લાઈટમાં સ્વાગત કરાયુ, વીડિયો વાયરલ
ભારત આ દિવસોમાં અવકાશમાં હરણફાળ ભરી રહ્યું છે. ભારતને આ મુકામ પર પહોંચાડવામાં ઈસરોની મોટી ભુમિકા છે. ઈસરોના વૈજ્ઞાનિકો એસ.સોમનાથની અધ્યક્ષતામાં મોટી ઉપલબ્ધિ હાંસલ કરી રહ્યું છે ત્યારે હાલ જ એસ સોમનાથ ઈન્ડિગો ફ્લાઈટમાં સામાન્ય લોકો સાથે ટ્રાવેલ કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયોમાં તે ઈન્ડિગોની ફ્લાઈટમાં જોવા મળી રહ્યા છે. આ ફ્લાઈટમાં ઈન્ડિગો ફ્લાઈટ સ્ટાફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. એસ સોમનાથ ફ્લાઈટમાં અન્ય મુસાફરો સાથે પ્લેનમાં બેઠા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન પ્લેનની એક એર હોસ્ટેસ તેમનો અન્ય લોકો સાથે પરિચય કરાવતી જોવા મળે છે. તે જણાવી રહી છે કે, ચંદ્રયાન 3 મિશનની સફળતા પાછળ ઈસરોના આ વૈજ્ઞાનિકોની મહેનત કેવી છે. આ પછી તે એસ. સોમનાથનો ઉલ્લેખ કરે છે.
આ પછી એર હોસ્ટેસ તેમનું સન્માન કરે છે અને નજીકમાં બેઠેલા મુસાફરો તાળીઓ પાડતા જોવા મળી રહ્યા છે. આ પછી એરક્રાફ્ટના કેટલાક અન્ય સભ્યો પણ ઈસરો ચીફ સાથે ફોટો પડાવે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પૂજા શાહ નામની કેબિન ક્રૂ જાહેરાત કરતા જણાવી રહી છે કે, હું તમને તેના ચીફ એસ સોમનાથ સાથે પરિચય કરાવવા માંગુ છું. સાહેબ તમને અહીં જોઈને અમે સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ.
આ પછી વીડિયોમાં જોઈ શકાય છે કે એસ. સોમનાથને આદરથી અન્ય કેબિન ક્રુ સેવા આપી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, એસ સોમનાથ ઈસરોના અધ્યક્ષ. દેશના હીરોને ફ્લાઇટની સફર કરાવીને માટે અમે હંમેશા ગર્વ અનુભવીએ છીએ.
બીજી તરફ વીડિયો જોયો બાદ લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આ ગર્વની ક્ષણ છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, એર હોસ્ટેસ ખૂબ જ નસીબદાર હતી, જેણે મુસાફરો સાથે ઈસરોના અધ્યક્ષનો પરિચય કરાવવાનો મોકો મળ્યો. એક યુઝર્સે લખ્યુ કે, ઈન્ડિગો ફ્લાઈટમાં કેટલી મોટી સેલિબ્રિટી છે. અન્ય એક મુસાફરે કહ્યું કે, એસ સોમનાથ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
