Video: ભારતીય સેનાએ LOC પર પાકિસ્તાનના ચોકી ઉડાવી
ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના નૌશેરામાં ધૂસણખોરીમાં મદદ કરતી પાકિસ્તાનની ચોકીને ગોળા બારૂદથી ઉડાવી દીધી છે. જુઓ તેનો વીડિયો.
સેનાની તરફથી મંગળવારે જાણકારી આપવામાં આવી છે કે તેણે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાનની તે ચોકીને ગોળા બારૂદથી ઉડાવી દીધી છે જે ધૂસણખોરોને મદદ કરી રહી હતી. મેજર જનરલ અશોક નરુલાની તરફ આ અંગે આજે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. મેજર જનરલ નરુલાએ જણાવ્યું કે આ ચોકીઓ પર ચાર ધૂસણખોરોને મદદ આપવામાં આવી રહી હતી. સાથે જ તેમણે કહ્યું કે આ દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. મેજર જનરલ નરુલાએ કહ્યું કે સેના કાશ્મીરમાં શાંતિ ઇચ્છે છે. આ કાર્યવાહી કાઉન્ટર ઇનસર્જન્સી હેઠળ કરવામાં આવી છે. સેનાએ તોપની મદદથી પાકિસ્તાનની ચોકી પર હુમલો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસથી શાંતિ પછી પાકિસ્તાન તરફથી પણ ભારતના કાશ્મીર વિસ્તારમાં રવિવારે ભારે ગોળાબારી કરવામાં આવી હતી. જેના જવાબમાં સેના તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી હતી. સેના દ્વારા પાકિસ્તાન પર ધૂસણખોરોને હથિયારોની મદદ કરવામાં આવે છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનની ચોકીને ભારતીય સેના દ્વારા ઉડાડવામાં આવી છે તેનો સેનાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. ત્યારે જુઓ આ વીડિયો.
#WATCH Pakistani posts destroyed by Indian Army in Nowshera (Jammu and Kashmir) pic.twitter.com/whrWb0wMfg
— ANI (@ANI_news) May 23, 2017
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
