Video : Chandrayaan 3નાં લેન્ડર ઈમેજર કેમેરામાં કેદ થયો ચંદ્રનો અદભુત નજારો, જુઓ વીડિયો

ભારતનું ચંદ્રયાન 3 ચાંદ પર લેન્ડિંગ કરવા કઈ રહ્યું છે ત્યારે લેન્ડિંગ પહેલા તે તેમાં લાગેલા કેમેરાથી એક પછી એક અદભુત નજારા દેખાડી રહ્યું છે. હવે ચંદ્રયાને અદભૂત વીડિયો ઇસરો સાથે શેર કર્યો છે. ઈસરોએ આ વીડિયો લોકો સાથે શેર કર્યો છે.

ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં લાગેલા કેમેરાએ ચંદ્રની અદભૂત તસવીરો કેપ્ચર કરી છે. ISROએ એક નાનો વીડિયો ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વીડિયોમાં ચંદ્રની સપાટી ચમકદાર દેખાઈ રહી છે, જેમાં ઘણી જગ્યાએ ક્રેટર દેખાય છે. આ તસવીરો લેન્ડરે રવિવારે લીધી છે.

Chandrayaan 3

જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને આ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે. ભારતના આ મિશન પર દુનિયાની નજર છે. હાલમાં જ રશિયાનું લુના-25 મિશન નિષ્ફળ ગયુ છે ત્યારથી હવે દુનિયાને ઈસરો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ સફળ થશે તો દક્ષિણ ધ્રુવ પર ઉતરાણના મામલે ભારત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની જશે.

ઈસરોના ચીફ એસ. સોમનાથે માહિતી આપતા જણાવ્યુ કે, હાલમાં તમામ બાબતો યોગ્ય રીતે કામ કરી રહી છે. તેમણે નિર્ધારિત સમય પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એસ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-3ની અત્યાર સુધીની સફરમાં એવું કંઈ થયું નથી, જે ન થવું જોઈએ.

તેમણે કહ્યું કે તમામ સિસ્ટમ અત્યારસુધી ઈસરોની જરૂરિયાત મુજબ કામગીરી કરી છે. ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ અંગે ઈસરોના વડાએ કહ્યું કે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X