'અમ્ફાન' વાવાઝોડાના કારણે દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

વિભાગે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનુ સ્વરૂપ લઈ લીધુ છે. સુપર સાઈક્લોન જેમ જેમ આગળ વધી રહ્યુ છે ઓરિસ્સા અને તટીય પશ્ચિમ બંગાળના ભાગોમાં હવાઓ ઉગ્ર થઈ રહી છે. હાલમાં ઓરિસ્સા અને બંગાળમાં રેડ એલર્ટ ચાલુ છે. વળી, તેની અસર દેશના ઘણા રાજ્યો પર પડી શકે છે એટલા માટે વિભાગે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગલા 24 કલાકમાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કેરળ અને તટીય કર્ણાટકમાં વરસાદ થવાની સંભાવના છે. વળી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિક ઓરિસ્સા, પૂર્વ ઝારખંડ અને પૂર્વ બિહારના અમુક ભાગોમાં હળવા વરસાદ અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાતના અમુક ભાગોમાં લૂનો પ્રકોપ દેખાઈ શકે છે.

માછીમારોને સમુદ્રમાં જવાથી રોકવામાં આવ્યા

આઈએમડીના જણાવ્યા અનુસાર આગલા ત્રણ દિવસ સુધી આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુરમાં પહેલા જ ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. અહીં તોફાનના કારણે વરસાદ થઈ શકે છે. વળી,દિલ્લી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી ઓરિસ્સા, અંદમાન નિકોબાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, તટીય આંધ્રપ્રદેશ, આંતરિક તમિલાડુમાં ભારે વરસાજદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે સુપર સાયક્લોન અમ્ફાનના કારણે પશ્ચિંમ બંગાળ અને ઓરિસ્સામાં માછલી પકડવાની બધી ગતિવિધિઓને 20 મે સુધી સ્થગિત કરવાની ચેતવણી આપી છે.

કેમ આવે છે ચક્રવાત?

પૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે, સમુદ્રના ઉપર પણ જમીનની જેમ હવા હોય છે. હવા હંમેશા ઉંચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે જ્યાં હવા ગરમ થઈ જાય છે તો હળવી થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. જ્યારે સમુદ્રનુ પાણી ગરમ થાય છે તો તેના ઉપર હાજર હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. આ જગ્યાએ નીચુ દબાણ બનવા લાગે છે. આસપાસ હાજર ઠંડી હવા આ નીચા દબાણ વિસ્તારને ભરવા માટે આ તરફ વધવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરા પર ફરતી રહે છે. આ કારણે આ હવા સીધી દિશામાં ન આવીને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને આ જગ્યા તરફ આગળ વધે છે આને ચક્રવાત કહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X