ગાંધી પરિવાર વિશે વરુણ ગાંધીએ આપ્યુ મોટુ નિવેદન

ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાંડ નેતા વરુણ ગાંધીએ ગાંધી પરિવાર વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાંડ નેતા વરુણ ગાંધીએ ગાંધી પરિવાર વિશે મોટુ નિવેદન આપ્યુ છે. વરુણ ગાંધીએ કહ્યુ કે મારા પરિવારમાં પણ અમુક લોકો પ્રધાનમંત્રી રહ્યા છે પરંતુ જે સમ્માન મોદીએ દેશને અપાવ્યુ છે તે ઘણા લાંબા સમયથી કોઈએ દેશને નથી અપાવ્યુ. એ વ્યક્તિ માત્ર દેશ માટે જીવી રહ્યા છે અને મરશે પણ દેશ માટે, તેમના માત્ર દેશની ચિંતા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં વરુણ ગાંધી પીલીભીતથી સાંસદ છે પરંતુ આ વખતે તેમને સુલતાનપુરથી ટિકિટ આપવામાં આવી છે.

માના સમ્માન માટે ગરદન કાપી લઈશ

માના સમ્માન માટે ગરદન કાપી લઈશ

થોડા દિવસો પહેલા એ સમાચાર સામે આવ્યા હતા કે કોંગ્રેસે વરુણ ગાંધી સાથે સંપર્ક સાધ્યો હતો પરંતુ વરુણ ગાંધીએ આ સમાચારોને ધરમૂળથી ફગાવી દીધા છે. તેમણે કહ્યુ કે આ સંપૂર્ણપણ જૂઠ છે, પરિવારમાં મારી એક જ ગુરુ છે અને તે મારી મા છે. માત્ર 23 વર્ષની ઉંમરે મારી મા વિધવા થઈ ગઈ હતી, તેમણે આખુ જીવન સંઘર્ષ કર્યો, હું મારી ગરદન કાપી દઈશ પરંતુ માના સમ્માનમાં કોઈ પણ પ્રકારની કોઈ ઉણપ નહિ આવવા દઈ. વરુણ ગાંધીએ કહ્યુ કે ગાંધી પરિવારથી મારા ઔપચારિક સંબંધો છે પરંતુ પારિવારિક નહિ.

ચોકીદાર ચોર છે પર પ્રતિક્રિયા

ચોકીદાર ચોર છે પર પ્રતિક્રિયા

જે રીતે રાહુલ ગાંધી પીએમ મોદીને ચોકીદાર ચોર છે કહે છે તેના પર વરુણ ગાંધીએ કહ્યુ કે આ ખોટુ છે તેમણે આવુ ન બોલવુ જોઈએ. પીએમ મોદી દેશમાં ઘણા લોકપ્રિય છે, કદ અને ગંભીરતા મામલે તેમનું સ્થાન પહેલા નંબરે છે. આજે મોદી પ્રધાનમંત્રી છે, કાલે બીજુ કોઈ હશે પરંતુ પીએમ વિશે આ રીતે કહેવુ ખોટુ છે. યુપીના રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર વરુણ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનાત્મક ઢાંચો જ નથી. પાર્ટીની અંદર સમાજના અંતિમ વ્યક્તિ માટે નિષ્ઠા નથી, મને નથી લાગતુ કે કંઈ ખાસ ફેરફાર આવે.

પીએમ પિતાની જેમ મારી સાથે ઉભા રહ્યા

પીએમ પિતાની જેમ મારી સાથે ઉભા રહ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા વરુણ ગાંધીએ કહ્યુ કે મારુ અને માના સમ્માનનું હંમેશા ધ્યાન રાખવામાં આવ્યુ. તેમણે કહ્યુ કે ભાજપમાં એક જ પરિવાર છે જેના બે સભ્યોને ચૂંટણી લડાવવામાં આવી રહી છે. હું જેટલી વાર પ્રધાનમંત્રીને મળ્યો મારો અનુભવ ઘણો સારો રહ્યો, તે એક સારા વ્યક્તિ છે, તેમનું હ્રદય નરમ છે. મારી ઉપર જ્યારે પણ સંકટ આવ્યુ તો નરેન્દ્ર મોદી મારી સાથે મારા પિતાની જેમ ઉભા રહ્યા. વરુણ ગાંધીએ જણાવ્યુ કે જ્યારે મારી દીકરીનું મૃત્યુ થયુ ત્યારે હું સંપૂર્ણપણે તૂટી ગયો હતો પરંતુ તે સમયે સૌથી પહેલા ફોન પ્રધાનમંત્રીનો આવ્યો હતો અને તેમણે મને હિંમત આપતા કહ્યુ હતુ કે ભગવાન પરીક્ષા લે છે, જો તેણે એક દેવી લીધી છે તો બીજી દેવી આપશે અને બે વર્ષ બાદ એક દીકરી જન્મી જેનુ નામ અનુસૂઈયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X