ઉત્તરકાશીઃ 10માં દિવસે ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોનો વીડિયો આવ્યો સામે, જાણો કેવી છે અંદરની સ્થિતિ
Uttarkashi Tunnel Video: ઉત્તરકાશીના સિલ્ક્યારાથી એક મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. હવે સુરંગમાં 10 દિવસથી ફસાયેલા કામદારો સાથે સીધી વાતચીત શરૂ થઈ છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં કામદારો સ્વસ્થ અને સામાન્ય રીતે વાતચીત કરતા જોવા મળે છે.
આવી સ્થિતિમાં હવે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે બચાવ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે. આ દરમિયાન 9માં દિવસે પહેલી વાર રાંધેલો ખોરાક 6 ઇંચની પાઇપ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને આજે 10માં દિવસે, કામદારો સાથેની સીધી વાતચીતનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

સુરંગની અંદરથી કામદારોની કેટલીક તસવીરો સામે આવી છે, જેના પછી બધાએ રાહતનો શ્વાસ લીધો છે. તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે તમામ કામદારો સુરક્ષિત છે.
ટનલની અંદર કામદારોની હાલત જોવા માટે એન્ડોસ્કોપી ફ્લેક્સી કેમેરા મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ જે તસવીર સામે આવી તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તમામ કામદારો અંદર સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સાથે હવે સામાન્ય ખોરાક પણ અંદર મોકલવા લાગ્યો છે.
સુરંગની અંદર ફસાયેલા લોકોને મોકલવામાં આવેલા કેમેરા દ્વારા લોકોને સરળતાથી જોઈ શકાય છે અને તેમની સાથે વાત પણ કરી શકાય છે. એક વૉકી ટૉકી પણ અંદર મોકલવામાં આવી છે, હાલમાં મજૂરો સાથે પાઇપ દ્વારા વાત કરવામાં આવી રહી છે. કામદારો અંદર સુરક્ષિત છે આ ઉપરાંત હવે કામદારોને ખીચડી, દાળ, ફળો અને અન્ય હલકી ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી રહી છે. એક પછી એક તમામ કામદારોને બોલાવીને કેમેરા સામે વાત કરવામાં આવી રહી છે.
અહીં જુઓ વીડિયો..
उत्तरकाशी के सिलक्यारा टनल में 10 दिन से फंसे मजदूरों से अब सीधे बातचीत होने लगी है। जिसका वीडियो भी सामने आ गया है। वीडियो ये है.... pic.twitter.com/s0BGuss10U
— pavan nautiyal (@pavannautiyal) November 21, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
