Uttarkashi Tunnel Rescue : ઓપરેશન પુરૂ થયા બાદ ટનલ બહાર ખુશીનો માહોલ, જુઓ ફોટો
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે શરૂ કરાયેલું બચાવ અભિયાન સફળ રહ્યું છે. સુરંગમાંથી તમામ કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા સફળતાપુર્વક પુરી થઈ છે.
મંગળવારે મોડી સાંજે સિલ્કિયારા ટનલમાંથી પહેલો કાર્યકર સુરક્ષિત રીતે બહાર આવ્યો કે તરત જ ત્યાં હાજર દરેકના ચહેરા પર રાહત દેખાઈ. હવે તમામ 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.


મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ ઘટનાસ્થળે હાજર હતા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ ઘટનાસ્થળે હાજર હતા. તે બહાર આવેલા કામદારોને મળ્યા. અહીં તમામ લોકો બચાવ કામગીરીમાં લાગેલા કામદારોની હિંમત અને બચાવ ટુકડીઓના પ્રયાસોની પ્રશંસા કરતા જોવા મળ્યા.

બહાર આવતા જ હેલ્થ ચેકઅપ કરાયુ
કામદારોને બહાર કાઢવાની માહિતી મળતાં જ તેમના પરિવારના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સિલ્ક્યારા ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા કામદારોની પ્રારંભિક આરોગ્ય તપાસ ટનલમાં બનેલા અસ્થાયી તબીબી કેમ્પમાં કરવામાં આવી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા ચિન્યાલીસૌરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા.

ટનલનું નિર્માણ કાર્ય વર્ષ 2018માં શરૂ થયું હતું
જણાવી દઈએ કે, ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમનોત્રી હાઈવે પર સિલ્ક્યારા ટનલ બનાવવામાં આવી રહી છે. કરોડોના ખર્ચે આ આધુનિક ટનલનું નિર્માણ કાર્ય વર્ષ 2018માં શરૂ થયું હતું, જે પૂર્ણ કરવાનું લક્ષ્ય ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવ્યું છે.

12 નવેમ્બરથી મજુરો ટનલમાં ફસાયેલા હતા
ચાર કિલોમીટર લાંબી સિલ્ક્યારા ટનલમાં કામ કરતા 41 મજૂરો 12 નવેમ્બર 2023ના રોજ સવારે 5 વાગ્યે બહાર આવી રહ્યા હતા, જેથી તે દિવાળીના તહેવાર પર રજા લઈને પોતાના ઘરે જઈ શકે.

ભૂસ્ખલન થતા મજુરો ફસાયા હતા
જ્યારે કામદારો ટનલમાંથી નીકળી રહ્યા હતા ત્યારે સુરંગમાં 2 કિલોમીટર પછી ભૂસ્ખલન થયું હતું. એક તરફ ભૂસ્ખલનને કારણે કાટમાળ તો બીજી તરફ સુરંગનું મોં બંધ હતું. આવી સ્થિતિમાં તમામ 41 કામદારો 12 નવેમ્બર 2023થી સુરંગમાં ફસાયા હતા.

પાઈપથી ખોરાક મોકલાતો હતો
સિલ્ક્યારા ટનલમાં કામદારો 17 દિવસ સુધી ફસાયેલા રહ્યા. જો કે તેમને ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો હતો. સંદેશાવ્યવહારના માધ્યમો પણ ઉપલબ્ધ કરાવાયા હતા. તે તેમના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી શકતા હતા.

17માં દિવસે સફળતા મળી
ટનલમાં સળીયા અને કોંક્રીટના કારણે બચાવ કાર્યકર્તાઓ પહોંચી શકતા નહોતા. માર્ગ મોકળો કરવા માટે વિદેશથી નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા. આખરે 17માં દિવસે સફળતા મળી અને કામદારો બહાર આવવાની પ્રક્રિયા શરૂ થઈ અને તમામ મજુરોને બહાર કઢાયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
