ઉત્તરાખંડની તબાહી પર 'હસી' રહ્યાં છે સોનિયા-બહુગુણા
નવી દિલ્હી, 26 જૂન: એક તરફ દેશ ઉત્તરાખંડમાં કુદરતની આ તબાહી પર રડી રહ્યો છે. હજારો લોકોના મોતથી દેશ દુખી છે. પોતાના સ્વજનોને ગુમાવ્યાના દુખથી લોકોની આંખોમાં આંસૂ છે પરંતુ આપણી સરકારી લોકોના દુખ અને મોત પર હસી રહી છે. આ ભીષણ તબાહીમાં સરકાર રાહતના મોટા-મોટા દાવા કરી રહી છે.
પોતાની પ્રશંસા અને લોકો સુધી રાહત પહોંચાડવાના મોટા-મોટા દાવા કરતાં આપણી સરકાર 'હસી' રહી છે. પહાડ પર મચેલી આ ભયંકર તબાહી બાદ રાહતના કામમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા વર્તવામાં આવેલી ઢીલ બાદ લોકોની ટીકાનો સામનો કરી રહેલી સરકાર હવે પોતાની છબિ સુધારવામાં લાગેલી છે.
ઉત્તરાખંડ સરકારે છબિ સુધારવા માટે સમાચારપત્રોમાં મોટી-મોટી જાહેરાત છાપવામાં આવી રહી છે. આ જાહેરાતમાં સરકારના કામોની પ્રશંસા સાથે-સાથે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહની સાથે-સાથે ઉત્તરાખંડના સીએમ વિજય બહુગુણાનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. ત્રાસદીની આ જાહેરાતમાં તેમનો હસતો ચહેરો છાપવામાં આવ્યો છે. વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને વિજય બહુગુણાના હસતા ફોટા લોકોના જખમ પર મીઠું ભભરાવવાનું કામ કરી રહ્યાં છે.

ઉત્તરાખંડ સરકારે તબાહી બાદ લોકોની સહાનૂભૂતિ મેળવવા માટે 'મુશ્કેલ સમયમાં સાથે રહેવાની પ્રતિજ્ઞા' નામની જાહેરાત સમાચાર પત્રોમાં છપાવી છે. તેમાં સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવેલી રાહતના મોટા-મોટા દાવા કરવામાં આવ્યાં છે. પોતાનો જીવ જોખમમાં મુકીને પહાડોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત નિકાળનાર જાંબાજ સેનાથી પણ આગળ સરકારનું નામ જોડતાં 83 હજાર લોકોને બચાવવાનો દાવો કર્યો છે. હસતા ફોટા ઉપરાંત અંગ્રેજી સમાચાર પત્રોમાં છપાયેલી જાહેરાતમાં કેટલીક ભૂલો સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
ઉત્તરાખંડનું નામ ખોટું લખવામાં આવ્યું છે. તેમાંથી 'a' મિસિંગ છે. લોકોની નારજાગીની જાણ સરકારને થઇ તો તેમને તાત્કાલિક જાહેરાતમાં ફોટા બદલી દિધા છે. હવે આ જાહેરાતમાં હસતા ચહેરાના બદલે નેતાઓના ઉદાસ ચહેરા લગાવવામાં આવ્યાં છે. ભૂલ તો સરકારને સમજાઇ ગઇ અને તાત્કાલિક સુધારો કરી દિધો પરંતુ આ શું ત્રાસદીના સમયે સરકાર દિલથી લોકોની સાથે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
