હાથરસઃ 19 વર્ષની ગેંગરેપ પીડિતાનુ એઈમ્સમાં ઈલાજ દરમિયાન મોત
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતા દલિત યુવતીની હાલતમાં કોઈ સુધારો ન થવા પર સોમવારે તેને એઈમ્સમાં ભરતી કરવામાં આવી હતી જ્યાં મંગળવારે સવારે તેણે દમ તોડી દીધો.
અલીગઢઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતા દલિત યુવતીની હાલતમાં કોઈ સુધારો ન થવા પર સોમવારે તેને એઈમ્સમાં ભરતી કરવામાં આવી હતી જ્યાં મંગળવારે સવારે તેણે દમ તોડી દીધો. તમને જણાવી દઈએ કે હાથરસના એક ગામમાં દબંગોએ દલિત યુવતી સાથે ગેંગરેપ કર્યા બાદ તેની જીભ કાપી નાખી હતી. આ કેસમાં પોલિસે ચાર યુવકોની ધરપકડ કરી છે. ઘટનાને 14 સપ્ટેમ્બરે અંજામ આપવામાં આવ્યો હતો. પીડિતાના પિતાએ કહ્યુ કે દબંગોએ દીકરીની કરોડરજ્જુ તોડી નાખી હતી જેના કારણે તેના અડધા શરીરે કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ અને ડૉક્ટરોએ પણ યુવતીની હાલત અત્યંત નાજુક ગણાવી હતી.

દબંગોએ ખેતરમાં કર્યો હતો કિશોરી સાથે ગેંગરેપ
વાસ્તવમાં હાથરસના ચંદપા પોલિસ સ્ટેશન વિસ્તારમાં બુલગઢી ગામમાં પોતાની મા સાથે ખેતરે ચારો લેવા ગયેલી યુવતી સાથે ગામના જ દબંગોએ પહેલા ગેંગરેપ કર્યો. ત્યારબાદ તેની જીભ કાપી દીધી. યુવતીની ચીસાચીસથી સ્થળ પર ગ્રામીણોને આવતા જોઈ દબંગો ત્યાંથી ભાગી ગયા. સૂચના મળતા જ પહોંચેલી પોલિસે ગંભીર રીતે ઘાયલ યુવતીને અલીગઢની મેડિકલ કૉલેજમાં ભરતી કરાવી હતી.
ગામમાં પીએસી, પોલિસ ફોર્સ તૈનાત
પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ગામમાં ઠાકોર જાતિના દબંગ લોકોએ ઉન્નાવ જેવી ઘટનાનુ પુનરાવર્તન કરવાની વાત કરીને જાનથી મારવાની ધમકી આપી છે. ત્યારબાદ ગામની અંદર પીએસી તૈનાત કરી દેવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલિસ ફોર્સ તૈનાત છે. હાથરસના એસપી વિક્રાંત વીરે જણાવ્યુ કે આ કેસમાં ચારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
