રાફેલની શસ્ત્ર પૂજાને લોકોએ ટ્રોલ કરી, કહ્યું- 2 રૂપિયાનું લીંબુ 1658 કરોડના એરક્રાફ્ટની રક્ષા કરશે!
રાફેલની શસ્ત્ર પૂજાને લોકોએ ટ્રોલ કરી, કહ્યું- 2 રૂપિયાનું લીંબુ 1658 કરોડના એરક્રાફ્ટની રક્ષા કરશે!
નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે વિજયાદશમીના અવસર પર ફ્રાંસમાં સત્તાવાર રૂપે રાફેલ એરક્રાફ્ટનું પહેલું કન્સાઈનમેન્ટ રિસીવ કર્યું. રાફેલ એરક્રાફ્ટને રિસીવ કર્યા બાદ રાજનાથ સિંહે તેની શસ્ત્ર પૂજા કરી અને ઓમ લખી એરક્રાફ્ટના ટાયર નીચે લીંબુ રાખવામાં આવ્યું હતું. પરંપરા મુજબ આપણા દેશમાં શસ્ત્ર પૂજા કરવાામં આવે છે, પરંતુ આ તસવીર સામે આવ્યા બાદ લોકો સતત રાફેલની શસ્ત્ર પૂજા કરવાને લઈ ટ્રોલ કરી રહ્યા છે.

દરેક ધર્મના લોકોના ટેક્સના રૂપિયામાંથી રાફેલ આવ્યું
સોશિયલ મીડિયા પર લોકો એરક્રાફ્ટની પૂજા થતાં ટ્રોલ કરવા લાગ્યા. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે લોકો કહી રહ્યા છે કે શસ્ત્ર પૂજા આપણી પરંપરાનો ભાગ છે, આ ધાર્મિક પરંપરા છે, પરંતુ હું કહેવા માંગું છું કે ભારત એક એવો દેશ છે જ્યાં મુસ્લિમ, ઈસાઈ, જૈન, સિખ, હિન્દુ અને અન્ય કેટલીય માન્યતાઓને માનનારા લોકો છે, આ તમામ લોકો દેશને પોતાનો ટેક્સ આપે છે. આખરે કેમ કેન્દ્ર સરકાર માત્ર હિન્દુ પરંપરાનું જ પાલન કરી રહી છે. શું સરકાર હિન્દુત્વની રાજનીતિ નથી કરી રહી.

લોકોએ મજાક ઉડાવ્યો
જેવી રીતે રાફેલના પૈડાં નીચે પરંપરા મુજબ લીંબુ રાખવામાં આવ્યું, એ તસવીરને લોકોએ શેર કરતાં ભારે ટ્રોલ કરી. એક યૂઝરે લખ્યું કે આ તસવીર જીવનપર્યંત માટે છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ તસવીરની ભારે મજાક ઉડાવી. અન્ય એક યૂઝરે લખ્યું કે આ લોકોએ દેશની રક્ષા માટે રાફેલ એરક્રાફ્ટ ખરીદ્યું છે અને પછી આ લોકો રાફેલની રક્ષા માટે લીંબુ ખરીદે છે.
|
2 રૂપિયાનું લીંબુ રાફેલને બચાવશે
નિત્યાશ્રી નામની એક ટ્વીટર યૂઝરે લખ્યું કે ભરોસો કરો કે 1638 કરોડ રૂપિયાનું રાફેલ 2 રૂપિયાના લીંબુને કારણે યોગ્ય કામ કરશે. જો તમને ભરોસો નથી થઈ રહ્યો તો તમે મને દેશદ્રોહીનું ટેગ આપી શકો છો. ભૂલી જાઓ કે રાફેલને હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ બધાના ટેક્સના પૈસાથી ખરીદવામાં આવ્યું છે. જે બાદ તમે લોકો કહો છો કે ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે. સોશિયલ મીડિયા પર લોકોએ લીંબુ વાળી તસવીરને અંધવિશ્વાસ સાથે જોડી દીધી છે.
|
તો હવે રાફેલ હિન્દુ થઈ ગયું
લોકો એટલેથી ન અટક્યા, એક યૂઝરે લખ્યું કે રાફેલ હવે હિન્દુ છે, શું આપણે રાફેલને હિન્દુ બનાવી દીધું છે એક મજાકીયું તથ્ય એ છે કે રાફેલને એક અનાસ્તિક ઈસાઈએ બનાવ્યું છે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે યાદ કરો જો આજે મનોહર પાર્રિકર હોત, જેમણે આટલી સારી ડીલ કરી, જેમણે દેશને સાફ સુથરી ડીલ આપી અને દેશનો એક-એક પૈસો બચાવ્યો. લોકોએ મનોહર પાર્રિકરને યાદ કરતા તેમની તસવીર શેર કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
