યુનિફાઈડ પેન્શન સ્કીમ(UPS), NPS અને OPSથી કેવી રીતે છે અલગ, જાણો શેમાં છે વધુ ફાયદો
Unified Pension Scheme(UPS): કેન્દ્ર સરકારે નવી પેન્શન સેવા UPS (યુનિફાઇડ પેન્શન સ્કીમ)ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, જે કર્મચારીઓએ 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમને છેલ્લી 12 સેલેરીના મૂળ પગારના 50 ટકા સરેરાશ પેન્શન આપવામાં આવશે.
કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ UPS, જૂની પેન્શન યોજના (OPS) જેવું જ છે અને તે 1 એપ્રિલ, 2025થી લાગુ થશે. યુપીએસના કર્મચારીઓ તેમના પગારમાં 10% યોગદાન આપશે, જ્યારે સરકાર 18.5% ઉમેરશે. જેઓ 2004 પછી સેવામાં જોડાયા છે તેઓ પણ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)થી UPS પર સ્વિચ કરી શકે છે.

નોંધનીય છે કે 21 વર્ષ પહેલા અટલ બિહારી વાજપેયીની સરકારે નવી પેન્શન યોજના શરૂ કરી હતી. પરંતુ હવે મોદી સરકારે પલટી મારીને OPS લાવવાની જાહેરાત કરી છે.
અગાઉ, કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ મળતો હતો, તેવી જ રીતે હવે કર્મચારીઓને નવી પેન્શન યોજના અને UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ મળશે.
UPSનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારીઓને મોંઘવારી વધવાથી મોંઘવારી વધારો મળશે. જ્યારે કર્મચારીના મૃત્યુના કિસ્સામાં પરિવારને તરત જ 60 ટકા સુરક્ષા ગેરંટી મળશે. તેઓને ગ્રેચ્યુઈટી અને એકસામટી નિવૃત્તિ પણ મળશે.
યુપીએસ(Unified Pension Scheme)
પેન્શન છેલ્લા 12 મહિનાના મૂળ પગારના 50 ટકા હશે.
25 વર્ષની સેવા પૂરી કરવી જરૂરી છે.
જો 25 વર્ષ પૂર્ણ ન થયા હોય તો તે મુજબ પેન્શન આપવામાં આવશે.
કર્મચારીનુ મૃત્યુ થવા પર પરિવારને પેન્શનના 60 ટકા ત્વરિત મળશે.
જો તમે 10 વર્ષની સેવા પૂર્ણ કરી હોય તો તમને 10,000 રુપિયાનુ પેન્શન જરુર મળશે.
કર્મચારીનું યોગદાન 10% છે.
સરકારનું યોગદાન 18.5% છે.
એનપીએસ(National Pension Scheme)
કર્મચારીઓ તેમની પસંદગી મુજબ યોગદાન આપી શકે છે, બજારના પર્ફૉર્મન્સના આધારે મળે છે લાભ
કર્મચારીઓ મૂળભૂત પગાર અને ડીએના 10% યોગદાન આપે છે.
સરકાર 14 ટકાનુ યોગદાન આપો છે.
કોઈપણ કર્મચારી એનપીએસમાં ઓછામાં ઓછા રૂ.500 સાથે ખાતું ખોલી શકે છે.
ટિયર 1માં મેંડેટરી અકાઉન્ટ હોય છે, જેમાં રિટાયર થયા બાદ ટેક્સ લાભ મળે છે.
ટિયર 2 વૈકલ્પિક અકાઉન્ટ છે, જેમાં કર્મચારી પોતાના અનુસાર પૈસા કાઢી શકે છે, પરંતુ આના પર ટેક્સ લાભ નથી મળતો.
ઓપીએસ(Old Pension Scheme)
માસિક પેન્શન છેલ્લા પગારના આધારે આપવામાં આવે છે.
કર્મચારીઓને પેન્શનમાં ફાળો આપવાનો નથી હોતો.
પેન્શન છેલ્લા પગારના 50 ટકા હોય છે.
1 જાન્યુઆરી, 2004 પહેલા નોકરીમાં જોડાનારા કર્મચારીઓ માટે જ પેન્શન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થામાં ફેરફારને કારણે પેન્શનમાં સમયાંતરે ફેરફાર થાય છે.
પેન્શન પર ટેક્સ નથી.
કઈ પેન્શન યોજનામાં વધુ ફાયદો
જો આપણે ત્રણેય યોજનાઓની તુલના કરીએ, તો ત્રણેય અલગ-અલગ ફાયદા અને ગેરફાયદા સાથે આવે છે. આવી સ્થિતિમાં, તે કર્મચારી પર નિર્ભર કરે છે કે તે કયા વર્ષમાં સેવામાં જોડાયો અને તે ક્યારે નિવૃત્ત થવાનો છે.
જૂની પેન્શન યોજનાનો ફાયદો એ છે કે કર્મચારીને પેન્શનમાં કોઈ યોગદાન આપવું પડતું નથી, સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર પોતે જ ઉઠાવે છે, જેના કારણે સરકાર પર ઘણો બોજ પડે છે. જો કે સરકારના દૃષ્ટિકોણથી આ ખૂબ જ ખર્ચાળ યોજના છે, પરંતુ કર્મચારીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
