ફૂડ સિક્યુરિટી બિલ સહિત મુદ્દે સંસદમાં હંગામો,કાર્યવાહી સ્થગિત
નવી દિલ્હી, 20 ઓગસ્ટ : સંસદના બેને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હંગામો થઇ રહ્યો છે. આજે સરકાર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતિના અવસરે લોકસભામાં ફૂડ સિક્યુરિટી બિલ (ખાદ્ય સુરક્ષા બિલ) માટે ચર્ચા કરાવવા માંગે છે. જો કે વિવિધ મુદ્દે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે.
ભાજપે લોકસભામાં ત્રણ મુદ્દાઓને લઇને સ્થગિત કરવાની દરખાસ્ત રજૂ કરી છે. આ ત્રણ મુદ્દામાં રૂપિયાનું અવમૂલ્યન, કોલસા ગોટાળાની ફાઇલો ગૂમ થવી અને વીએચપીની 84 કોસી યાત્રા પર યુપીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો સમાવેશ થાય છે.

રાજ્યસભામાં કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે કોલસા બ્લોક ફાળવણી સાથે સંકળાયેલી ફાઇલો ગુમ થવા અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે આ મુદ્દે વડાપ્રધાન સફાઇ આપે એવી માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ખાદ્ય સુરક્ષા બિલમાં સરકાર તરફથી આજે સંસદમાં કેટલાક સંશોધન આવશે. જેમને ભાજપ અને ડાબેરી પક્ષોએ સૂચવ્યા છે. આજે સોનિયા ગાંધી લોકસભામાં ખાદ્ય સુરક્ષા બિલ મુદ્દે નિવેદન પણ આપી શકે છે. આ સાથે આજે રાજીવ ગાંધીની જન્મજયંતિ પ્રસંગે કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યો દિલ્હી, હરિયાણા અને ઉત્તરાખંડમાં ખાદ્ય સુરક્ષા યોજનાનો આરંભ કરવામાં આવી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
